પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનો દ્વારા મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ.
પાટણ તા. ૧૦
પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢીયાર પંથક ની અંદર વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢીયાર પંથકના આસ્થા નું કેન્દ્ર શ્રી ખોડીયાર વરાણા ધામ ખાતે સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ યોજાનાર ભવ્ય લોકમેળા નો શનિવારે ભક્તિ સભર માહોલમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય,સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વરાણા ખાતે યોજાતા મહા મેળામાં અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશ ની લોકો આવતા હોય છે.વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલ ની સાની ની પ્રસાદ કરે છે અને પોતાની બાધા માનતાઓ પરિપૂર્ણ કરી માતાજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.
અહેવાલ યશપાલ સ્વામી