પાટણ તા. ૧૩
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરૂવારના રોજ રાજ્યની મહાનગર પાલિકા અને નગરપાલિકા
ના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમઆયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને નગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા રાજય સ્તરે પસંદગી આયોગની રચના કરવા માટે લેખીત રજૂઆત કરી હોવાનો તેઓએ જણાવ્યું હતું
પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા મુખ્યમંત્રી ને લેખિતમાં કરેલ રજુઆત મા જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાઓમાં ખુબજ જગ્યાઓ ખાલી પડેલ છે. જે ભરવા માટે એક સ્થળેથી ભરતી થાય તે હેતુથી નગરપાલિકા પસંદગી બોર્ડ (આયોગ) ની રચના કરવામાં આવે તો પાર દર્શક ભરતી પ્રક્રિયા થઈ શકે અને સુધડ રીતે નવિન કમંચારીઓ નગરપાલિકા ખાતે આવી શકે અને નગર પાલિકા ઓ ની કેડર ની રચના થઈ શકે જે હેતુથી ઉપરોકત રજુઆત ધ્યાને લઈ ઘટતું કરવા તેઓએ મુખ્યમંત્રી ને રજુઆત સાથે વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી