fbpx

પાટણની ભૈરવ સોસાયટીમાં રહેતા યુવાનનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ..

Date:

અપહરણકારોની ચુંગાલમાંથી મહામુસીબતે છુટેલા યુવાને અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી..

પાટણ તા.૧૧
પાટણ શહેરની ભૈરવ સોસાયટીમાં રહેતા અને ઝવેરી બજારમાં આવેલ સોના ની દુકાનમાં નોકરી કરતા ભાટિયા શૈલેષ ચિમનલાલ નામના યુવાનને બનાસકાંઠા જિલ્લાના જાસનવાડા ના શખ્સ સહિત અન્ય બે શખ્સોએ શહેરના કનસડા દરવાજા નજીક બોલાવી પોતાની ગાડીમાં જબર જસ્તી થી બેસાડી તેનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અપહરણકારો ની ચુંગાલ થી મહામુસીબતે છુટેલા ભાટિયા શૈલેષ ચિમનલાલે પાટણ પોલીસ મથકે અપહરણકારો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકારો સામે ધોરણસર નો ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણવા મળેલી સધળી હકીકત મુજબ પાટણ ની ભૈરવ સોસાયટીમાં રહેતા અને શહેરના સોની બજારમાં આવેલ દુકાન માં નોકરી કરતા ભાટિયા શૈલેષ ચિમનલાલ નામનો યુવક તારીખ 8 ફેબ્રુઆરી ને ગુરૂવારના રોજ સાંજે અંદાજે સાડા ચાર પાંચ વાગ્યાના આસપાસ પોતાના ઘરેથી એક્ટિવા પર જતા હતા ત્યારે અજાણ્યા નંબરથી સોનાના દાગીના બનાવવા હોઈ મળવા માટે શહેરના કનસડા દરવાજા પાસે આવેલ રંગીલા હનુમાન મંદિર પાસે બોલાવતાં તેઓ ત્યાં ગયા હતા જયાં તેઓને તેમના ઓળખીતા રત્નાભાઈ રબારી રહે.ઉણ તા.રાધનપુરના જમાઈ વીરભાણભાઈ રૂપાભાઈ રબારી રહે. ભાભર તાલુકાના જાસનવાડા વાળાની સાથે બીજો એક અજાણ્યો વ્યક્તિ જોવા મળ્યો હતો..

ત્યારબાદ વિરભાણે શૈલેષ ભાટિયા ને કહ્યું કે તમારે મારા સસરા સાથે સારા સંબંધ છે અને છેલ્લા ઘણા સમયથી મારી પત્ની અને મારે મનમેળ ન હોય તમે ફોન કરીને આ બાબતે દરમ્યાનગીરી કરી મારા સસરાને સમજાવો તેમ કહેતા શૈલેષ ભાટિયાએ તેઓને કહ્યું કે આ તમારો સામાજિક પ્રશ્ન છે આમાં હું કંઈ ન કરી શકું એવું કહેતાં ઉશ્કેરાયેલ વિરભાણે અને તેની સાથે ના અન્ય ઈસમે શૈલેષ ભાટિયા ને બળજબરી
પૂર્વક તેમની સફેદ કલરની ગાડીમાં બેસાડીને ગાડી અનાવાડા ગામ તરફ દોડાવી મૂકી હતી અને શૈલેષ ભાટિયા ને બૂમાબૂમ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડી દિયોદર બાજુ લઈ ગયા હતા.

બીજા દિવસે શુક્રવારે સવારે ફરીથી શૈલેષ ભાટિયા ને ફોન કરવાનું કહ્યું હતું પણ આ સમયે બીજા માણસો આવી જતાં અને શૈલેષ ભાટિયા એ પોતાનું અપહરણ કરી બળજબરીપૂર્વક આ લોકો અહીં લાવેલ હોવા ની વાત કરતાં અપહરણ કરનાર વિરભાણ અને તેની સાથે રહેલ અન્ય શખ્સ ત્યાથી રવાના થઈ ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી એક વ્યક્તિ શૈલેષ ભાટિયા ને દિયોદર મૂકી જતાં તેઓ પાટણ પોતાના ઘરે પહોંચ્યો હતો અને સધળી હકીકત પરિવાર જનોને જણાવી આ ઘટના અંગે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઈપીકો કોલમ 365,114,294 b અને 506 2 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ વી.જે. પરમાર દ્વારા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા એ પાકું દબાણ દુર કયુઁ તો દબાણકતૉએ પતરા ના સેડ મારી પુનઃ દબાણ કયુઁ..

પાલિકા દ્વારા આ જગ્યા પરનું દબાણ કાયમી દૂર કરી...