પાટણ તા. ૧૧
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણ ના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં રવિવારે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઈન સાયન્સ ની ઉજવણી કરાઈ હતી. જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીઘો હતો.
આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું હતું. કે આ દિન વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં મહિલાઓની સંપૂર્ણ અને સમાન પહોંચ અને સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.તેઓએ આ વર્ષ ની થીમ “વિજ્ઞાનના નેતૃત્વ હેઠળ, મહિલાઓ અને છોકરીઓની સ્થિરતા માટે એક નવો યુગ” તરીકે ની હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી