fbpx

ધી પાટણ જીલ્લા સ.ખ.વે.સંઘ લી. ના ચેરમેન, વા. ચેરમેન અને મા.મંત્રી નીસવૉનુમતે વરણી કરાઈ..

Date:

પાટણ તા. ૧૩
ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી. ની તા.૧૩ ફેબ્રુઆરી ને મંગળવારના રોજ ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રી ની આગામી અઢી વર્ષ માટેની નિમણૂક અર્થે જિલ્લા ખરીદ વેચાણ સંઘના કાર્યાલય ખાતે સવારે ૧૧-૩૦ કલાક ના સમયે પ્રાંત અધિકારી મિતુલ પટેલ ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદે કરસનજી ગંભીરસિંહ જાડેજા, વાઇસ ચેરમેન પદે માતમજી બનાજી ઠાકોર અને માનદ મંત્રી તરીકે ભરતભાઈ ધનજીભાઈ પટેલની ઉપસ્થિત ૧૨ ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મુજબ સવૉનુંમતે વરણી કરતાં આગામી અઢી વર્ષ માટે નવ નિયુક્ત ધોષિત કરાયેલ ચેરમેન, વા. ચેરમેન અને મા. મંત્રી ને ઉપસ્થિત સૌ ડીરેકટર સહિત વિવિધ સમાજના અને સહકારી અગ્રણીઓએ ફુલહાર પહેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ધી પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન પદે નિયુક્ત થયેલા કરશનજી જાડેજા એ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સહિત સિધ્ધપુર ના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ધી પાટણ જીલ્લા સહકારી સંઘ લી.ખેડૂતો ને પુરતા પ્રમાણમાં બિયારણ,ખાતર સહિત ખેડૂતો ના પ્રશ્નો જે પણ હશે તેને સૌ ડીરેકટર મિત્રો ને સાથે રાખીને નિરાકરણ લાવવાની સાથે જિલ્લા ખરીદ વેચાણ સંધ ની પ્રગતિ થાય તે માટે ના પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધી.પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન, વા.ચેરમેન અને મા.મંત્રી ના નામના મેન્ડેડ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ લઈને પ્રાંત સમક્ષ રજુ કરતાં પાર્ટી દ્વારા રજૂ કરાયેલા મેન્ડેડ મુજબ ધી. પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન, વા. ચેરમેન અને મા.મંત્રી ની ઉપસ્થિત ૧૨ ડીરેકટર દ્રારા સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના મહેમદપુર માં ચાર દીકરીઓએ માતાને કાંધ અને મુખાગ્નિ આપી પુત્ર ધર્મ નિભાવ્યો…

મહેમદપુર ની દીકરીઓએ સાબિત કર્યુ દીકરા- દીકરી એકસમાન… અંતિમવિધિ સમયે...

પાટણ શહેરમાં શ્રી ત્રિવેદી ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો પરદેશ પાર્સલ સુવિધા નો પ્રારંભ કરાયો..

વિદેશમાં રહેતા પરિવારજનો અને અભ્યાસ અર્થે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ...

પાટણના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહી છે વોટર્સ હેલ્પલાઇન ‘1950’…

'1950' હેલ્પલાઇનના માધ્યમથી અત્યાર સુધીમાં 90 થી વધુ ફોનકોલ...