પ્રથમ દિવસે જ ખેડૂતો ને જીરા ના પોષણક્ષમ ભાવ મળતા ચહેરા પર ખુશી જોવા મળી..
પાટણ એપીએમસી દ્રારા ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડા નાણાં ના વ્યવહાર સાથે ખેડૂતો ને પુરતી સુવિધાઓ પુરી પડાઈ છે : ચેરમેન…
પાટણ તા. ૧૩
પાટણ માર્કેટ યાર્ડમાં મંગળવાર થી નવા જીરૂ ની આવકના શ્રીગણેશ થયા છે અને પ્રથમ દિવસે જ જીરા ના ભાવ રૂ.૫૩૫૧ જેટલા પોષણક્ષમ રહેતા જીરૂ ના વેચાણ માટે પાટણ એપીએમસી ખાતે આવતાં ખેડૂતો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી.પાટણ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડ વ્યવહાર ને ધ્યાનમાં રાખીને પાટણ પંથક સહિત આજુબાજુના ખેડૂતો પોતાના ખેત ઉત્પાદન ના માલ નું વેચાણ કરવા પાટણ એપીએમસી ખાતે ખાનગી વાહનો, ટ્રેક્ટરો અને ઊંટ લારીઓમાં આવતા હોય છે. પાટણ ખાતે આવતાં ખેડૂતો ને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો ને કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ન પડે તે માટે હમેશા એપીએમસી ના ચેરમેન સહિતના ડીરેકટરો અને વેપારીઓ પણ પ્રયત્ન કરતાં હોય છે.
મંગળવાર થી પાટણ એપીએમસી ખાતે નવા જીરૂ ના માલની આવકના શ્રીગણેશ થતાં અને જીરૂ ના ઉત્પાદનનો ખેડૂતો ને પોષણક્ષમ ભાવ મળતાં પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ એપીએમસી ના ચૂંટાયેલા ડિરેક્ટરો સહિત સમગ્ર સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે અવાર નવાર બેઠકો યોજી એપીએમસી મા માલનું વેચાણ કરવા આવતાં ખેડૂતો ની સતત ચિંતા કરતાં હોય છે.
ખેડૂતોને પોતાના માલની ખુલ્લી હરાજી, ખરૂ તોલ સાથે પોષણક્ષમ ભાવ અને તે પણ રોકડમાં ચુકવવા ની સાથે ખેડૂતો ને શુધ્ધ અને પોષ્ટીક ભોજન મળે તે માટે નજીવા દરે ભોજનાલય, ચા- પાણી નાસ્તા સહિત ની તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પાટણ એપીએમસી મા નવા જીરૂ ની આવક ના શ્રી ગણેશ થતાં પ્રથમ દિવસે જ ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ મળ્યો હોય ત્યારે પાટણ પંથક સહિત આજુ બાજુ ના ખેડૂતો એ પણ પોતાના ખેત ઉત્પાદનના માલનું વેચાણ કરવા માટે પાટણ એ પી એમ સી નો જ આગ્રહ રાખવા તેઓએ અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી