google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરપાલિકા દ્વારા 295 મિલકત ધારકોની આકારણીની વાંધાઅરજી ઓનું સુખદ નિરાકરણ કરાયું..

Date:

પાટણ તા. 28
પાટણ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના મિલકત ધારકોની ચતુર્થ વર્ષીય આકારણી કરવામાં આવી હતી. જે આકારણી દરમિયાન કેટલાક મિલકત ધારકોએ પોતાની મિલકત આકાણીને લઈને પાલિકામાં વાંધા અરજી રજૂ કરી હતી.

જે વાંધા અરજીઓની સુનાવણી શુક્રવારે નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હાથ ધરવામાં આવી હતી.

જેમાં મિલકત આકારણી ની વાંધા અરજી કરનાર 295 અરજદાર મિલકત ઘારકોની અરજીઓને વંચાણે લઈ તમામ મિલકત ધારકોની અરજીઓનું સુખદ નિરાકરણ લાવવામા આવ્યું હોવાનું કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું મિલકત ધારકોએ પોતાની આકારણીની વાંધા અરજીના સુખદ નિરાકરણ ને લઇ પાલિકાના સતાધિશોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાલિકા ખાતે આ ધરાયેલી વાંધા અરજીની સુનાવણીમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી સભ્ય મહેશભાઈ પટેલ, ડો.નરેશ દવે, વેરા શાખા અધિકારી લક્ષ્મણ ભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સમીપ આવેલ રૂની સ્થિત ઉડાન વિદ્યાલય કેમ્પસ ખાતે 10 દિવસીય સમર કેમ્પનો પ્રારંભ..

શાળાના 300 વિદ્યાર્થી સહિત અન્ય શાળાના 50 વિદ્યાર્થીઓ સમર...

શિક્ષણ જ એવું માધ્યમ છે જે પ્રગતિના પંથે નિરંતર આગળ વધારે છે..

શિક્ષણ જ એવું માધ્યમ છે જે પ્રગતિના પંથે નિરંતર આગળ વધારે છે.. ~ #369News

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી..

કુણઘેરના શિવધામ ખાતે બેઝમેન્ટ ના ભાગમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી.. ~ #369News