પાટણ તા. ૧૮
બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીને કાકોશી પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ ની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક કે.કે પંડ્યા ના સીધા માર્ગદર્શન હેઠળ કાકોશી પોલીસ ને બાતમી હકીકત મળેલ કે પાટણ જિલ્લાના સિધ્ધપુર પો.સ્ટે. અને બનાસકાંઠાના ગઢ પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ રબારી ભાવેશ ભાઇ ખેંગાર જી ઉ.વ.૨૫ અને રબારી દિનેશભાઇ જોરાભાઇ ઉ.વ.૨૬ રહે.બન્ને પાંસવાડા તા. દાંતીવાડા જી.બનાસકાઠા વાળાઓ કાકોશી ટાઉન મા હાજર છે જે હકીકત આધારે કાકોશી પોલીસે બાતમી સ્થળે પહોંચી બન્ને આરોપીઓ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી