પાલિકાના ફાયર વિભાગના કમૅચારીઓને જાણ થતાં ધટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી..
મૃતક યુવક પાટણ ના વણકર વાસનો હોય પોલીસ ને જાણ કરવામાં આવી..
પાટણ તા.૨૧
પાટણ શહેર નુ સિધ્ધી સરોવર સુસાઈડ પોઈન્ટ તરીકે પંકાઈ રહ્યું હોય તેમ અવાર નવાર જીંદગી થી નાસી પાસ થયેલા લોકો આ સિધ્ધી સરોવર માં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે સોમવારના રોજ ધરેથી કોઈને કહ્યા વગર નિકળેલ શહેર ના સુભાષ ચોક વણકર વાસમાં રહેતા સુનિલ સોલંકી નામના યુવાનની લાશ સિધ્ધિ સરોવર માથી મળી આવતા પોલીસે ધટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી તેના વાલી વારસો ને જાણ કરી લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં કોઈ વ્યક્તિ એ અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઈ મોતની છલાંગ લગાવી હોવાની જાણ પાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર વિભાગ નાં અધિકારી સ્નેહલ મોદી પોતાના સ્ટાફ સાથે ધટના સ્થળે દોડી આવ્યા હતા અને સિધ્ધિ સરોવર માં મોતની છલાગ લગાવનાર ઈસમની શોધખોળ હાથ ધરી મહામુસીબતે લાશને બહાર કાઢી તેની ઓળખ વિધિ કરતાં મૃતક યુવાન શહેરના સુભાષચોક નજીક આવેલ વણકર વાસમાં રહેતાં અને તા. 18 મી ના રોજ ઘરેથી કોઈ ને કહ્યા વગર નિકળેલ સોલંકી સંજય હીરાલાલ નું હોવાનું જણાતા આ બાબતની જાણ પોલીસ ને કરાતા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેના વાલી વારસો ને જાણ કરી લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
પાટણ ના સુસાઈડ પોઈન્ટ તરીકે પંકાયેલા સિધ્ધી સરોવર મા આત્મહત્યા ના વધતાં જતાં બનાવો બાબતે તેજસ બારોટ નામના વ્યકિત એ જણાવ્યું હતું કે પાટણ શહેરના સિદ્ધી સરોવર માં અવાર નવાર બનતા આત્મ હત્યા નાં બનાવોને રોકવા પાલિકાની સામાન્ય સભા મા અનેક વખત આ વિસ્તારના નગરસેવકો દ્રારા સરોવર ફરતે ફેનસિગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાત ને ફરજ સોંપવા માં આવે તેવી રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી પાલિકા સતાધીશો દ્રારા આ વ્યવસ્થા સિધ્ધી સરોવર ખાતે ઉપલબ્ધ નહિ બનાવાતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે પણ નારાજગી ઉભી થવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી