fbpx

પાટણના જલારામ મંદિર પરિસરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો..

Date:

હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા. ૨૧
પાટણના જલારામ મંદિર પરિસરનો મહા સુદ બારસ ને બુધવારના પવિત્ર દિવસે 15 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો.શ્રી જલારામ મંદિર પરિસરના 15માં પાટોત્સવ નિમિત્તે વહેલી સવારે શ્રી જલારામ બાપા સહિત અન્ય દેવી-દેવતાઓના અભિષેક અને મહા આરતી સાથે હવન યજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યો હતો.યજ્ઞના યજમાન પદે મંદિરના પુજારી પરિવાર ના સ્વાતિબેન ધર્મેન્દ્રભાઈ રાવલે લ્હાવો લીધો હતો.

મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા સાથે જલારામ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

શ્રી જલારામ મંદિર પરિસરના 15 માં પાટોત્સવને સફળ બનાવવા મંદિરના પૂજારી રશ્મિકાંતભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી નારણભાઈ ઠક્કર, વ્યોમેશભાઈ પરીખ સહિત જલારામ ભક્તોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરની બનાસ બેંક માં પગાર લેવા જનતાને ધરમ ધક્કા…

પશુ પાલકો નાં બનાસ બેંકમાં ખાતા હોવાથી પગાર લેવા...

બકરી ઈદ ના તહેવારને લઈને કાકોશી પોલીસ મથકે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

પાટણ તા. ૧૩કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક આગેવાનો, સરપંચો,...