પાટણ તા. ૨૨
આજથી ત્રણ વર્ષ અગાઉ સિદ્ધપુર શહેરની ગણેશ પલ્સ ફેકટરી માથી રૂ. ૯.૯૮ લાખની ઘરફોડ ચોરી ને અંજામ આપનાર અને પોલીસ પકડથી ભાગતા ફરતા આરોપીને સિધ્ધપુર પોલીસે બાતમી ના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.આ ઘટના ની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ દ્રારા શહેર અને જિલ્લામાં બનેલા ઘરફોડ ચોરી સહિત ના ગુનાઓનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવા કરેલ સુચના અને ડ્રાઇવ ક્રમાંક-૧૬૯/એલ.સી.બી./ના ફ./ડ્રાઇવ/૨૦૨૪ તા.૦૩/૦૨/૨૦૨૪ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા તથા પોલીસ ઇન્સપેકટર જે.બી.આચાર્ય, સિધ્ધપુર નાઓએ આપેલ સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ હતા દરમ્યાન આ.પો.કો. મનુભાઇ કરશનભાઇ તથા આ.પો.કો દેવેંદ્રસિંહ દશરથસિંહ નાઓને ખાનગી બાતમી હકીકત મ્ળ્યા આધારે સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૦૨૧૦૨૧૨/૨૦૨૧ ઇ.પી.કો.ક.૩૮૦,
૪૫૭,૧૧૪ મુજબ ગુન્હા માં સી.આર.પી.સી.ક. ૭૦ મુજબના વોરંટના કામે નાસતો -ફરતો આરોપી ભાભોર રાહુલભાઇ જવાભાઇ ઉ.વ- ૨૪ રહે-આંબલી (ખજુરીયા) તા-ગરબાડા જી-દાહોદવાળો મહેસાણા થી સિધ્ધપુર તરફ આવવાનો છે જે હકિકત આધારે ટીમે વોચ તપાસમાં રહી સિધ્ધપુર ખળી ચોકડી ખાતે આવતાં ઉપરોક્ત આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી