google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રથયાત્રા ના મીડિયા ઇન્ચાર્જ યશપાલ સ્વામીના વરદ હસ્તે મહાનુભાવો ને સન્માનિત કરાયા..

Date:

પ. પૂ. વાગિશ કુમારે પત્રકાર ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ યશપાલ સ્વામી ને આશીર્વાદ પાઠવ્યા..

પાટણ તા. 23
ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાટણ જિલ્લાના પ્રમુખ અને ભગવાન જગન્નાથ મંદિર પરિસર ખાતે થી લાખો ની જન મેદ ની વચ્ચે પ્રસ્થાન પામેલ ભગવાન શ્રી જગન્નાથજી ની 141મી રથયાત્રાના મીડિયા ઇન્ચાર્જ તરીકે ની નિસ્વાર્થ ભાવે જવાબ દારી નિભાવનાર પત્રકાર યશપાલ સ્વામી ની મીડિયા લક્ષી કામગીરીને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા સરાહનીય લેખાવી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે તેઓના વરદ હસ્તે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પૂર્વ પાલિકા પ્રમુખ હેમંતભાઈ તન્ના તેમજ જગન્નાથ મંદિર પરિસરને અંદાજિત 16 કરોડ નું માતબરદાન અર્પણ કરનાર પાટણ ના જાણીતા ટેમ્પલ આર્કિટેક પિયુષભાઈ સોમપુરા નું બહુમાન કરવાનો લ્હાવો પ્રદાન કરવામાં આવ્યો હતો.

આ શુભ પ્રસંગે શ્રી દ્વારકેશ પીઠાધિશ્વર પ. પૂ. વાગિશ કુમારે પત્રકાર યશપાલ સ્વામીને પોતાના રૂડા આશીર્વાદ પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

યશપાલ સ્વામીએ પ. પૂ. વાગિશ કુમારને પોતાના ધર્મપત્રકાર પિતા સ્વર્ગસ્થ મનસુખભાઈ સ્વામી દ્વારા લખાયેલા ધાર્મિક પુસ્તકો અને તેઓના વૈષ્ણવ સંપ્રદાયના કરી તેઓના પુસ્તકો વિશે માહિતગાર કરતાં વાગિશ કુમારે પણ સ્વ. ધર્મપત્રકાર મનસુખ સ્વામીના ધાર્મિક પુસ્તકો તેમજ ધાર્મિક લેખો અવાર નવાર વાંચ્યા હોવાનું જણાવી તેમની યાદો ના સંસ્મરણ યાદ કયૉ હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ જિલ્લા ના સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી માં આકસ્મિક આગ ભભૂકી..

પાટણ જિલ્લા ના સાતલપુર ના લોદરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડી માં આકસ્મિક આગ ભભૂકી.. ~ #369News