google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના સાંતલપુર પંથકના 18 ગામોના અગરિયા પરિવારો ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતયૉ..

Date:

ન્યાય નહીં મળે તો આગામી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી..

પાટણ તા. 22
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 18 ગામોના 750 જેટલા અગરિયાઓ પોતાના ન્યાય માટે ગુરૂવારે વન વિભાગની કચેરી ખાતે આમરણાત ઉપવાસ સાથે ન્યાયની માગણી પર બેસી ન્યાય નહી મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન થી અળગા રહી મતદાનના બહિષ્કાર ની ચિમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુરમા આવેલ રણની અંદર મીઠું પકવી પરિવાર નું જીવન નિવૉહ ચલાવી રહેલા 18 ગામોના 750 જેટલા અગરિયા પરિવારજનો ના 4000 થી વધુ લોકોને વનવિભાગ દ્રારા રણ મા પ્રવેશ પર પ્રતિબંધ લાદતા અગરીયા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

આ બાબતે અગરીયા હીત રક્ષક સમિતિ સહિત અગરીયા પરિવારો દ્રારા જિલ્લા કલેકટર સહિત વનવિભાગ અધિકારી અને ગુજરાત સરકાર સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં આજદિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહિ આવતાં આખરે પોતાની માગને સંતોષવા અગરીયા પરિવારો એ ગુરૂવારે ન્યાય માટે આડીસર વન વિભાગ ની કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસી ન્યાય નહિ મળે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન નહિ કરી મતદાન નો બહિષ્કાર નો નિણૅય કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો આમરણાંત ઉપવાસ પર ઉતરેલા અગરિયાઓએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમો અગરીયા ઓ પરંપરાગત સાતલપુર રણની અંદર 10 એકર જમીનની અંદર પોતપોતાનું મીઠું પકવી રોજીરોટી કમાતા હતા પરંતુ અમો અગરિયાઓનેવન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી વનવિભાગ દ્રારા 20 થી વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે 100 એકર જેવી અલગ અલગ જમીનો આપી અમો અગરિયાઓને અન્યાય કરી રહ્યા હોવાના આક્ષેપ તેઓ દ્રારા કરી અમો અગરિયાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની સાથે આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન થી અળગા રહી મતદાન નો બહિષ્કાર કરાશે તેવું જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લામાં 3 ઝોન માં 30,570 વિદ્યાર્થીઓ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષા આપશે…

જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ અને ધોરણ...

દેશમાં આજે 5 લાખ લોકો વિભિન્ન અંગો માટે પ્રતિક્ષા કરી રહ્યા છે : દિલીપ દાદા.

વડાપ્રધાન ના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં યુનિવર્સિટી ખાતે અંગદાન જન...

રાધનપુર મહેસાણા હાઇવે માર્ગ પર ત્રિપલ અકસ્માત સર્જાયો…

અકસ્માત ગ્રસ્ત ત્રણેય વાહનોને નુકસાન જોકે કોઈ જાનહાની ન...

ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ હાજીપુર ખાતે નર્સિંગ કોલેજના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો…

પાટણ તા. ૧૨ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ, હાજીપુર,પાટણ ખાતે બી.એમ.પટેલ કોલેજ...