fbpx

ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ હાજીપુર ખાતે નર્સિંગ કોલેજના છાત્રોનો ‘શપથ ગ્રહણ’ સમારોહ યોજાયો…

Date:

પાટણ તા. ૧૨
ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ, હાજીપુર,પાટણ ખાતે બી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગ ધ્વરા નર્સિંગની એ. એન. એમ ૧૨ મી જી. એન. એમ ૭ મી, બી. એસસી નર્સિંગ ૨ જી બેંચના તાલીમાર્થીઓનો મંગળવારે ‘દીપ પ્રાગટય’ અને ‘શપથ ગ્રહણ’ સમારોહ સાથે નર્સિંગના વ્યવસાયમાં વિધિગત પ્રવેશ થયો હતો.

દીપ પ્રાગટય પણ એક અર્થપૂર્ણ વિધિ છે. દીપ એક પ્રકારનું પ્રતિક છે, જે નર્સ ધ્વરા તેના દર્દીના દુઃખ અને પીડા દુર કરી તેના જીવનમાં રાહત,સુખ અને આનંદરૂપે ઝળહળે છે. આ શપથ ગ્રહણ ધ્વરા નર્સિંગના વિધાથીઓ હવે જે વ્યવસાયમાં પ્રવેશ છે તેના પ્રત્યેના નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રગટ થાય છે.

ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુમનબેન મોર્ય તથા આસી. નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ તથા વહીવટી વિભાવના ભાવેશભાઈ રાજપૂત જીએમઈઆરએસ,ધારપુર,પાટણ, ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલના પ્રેસિડેન્ટ દશરથ ભાઈ આઈ. પટેલ, ટ્રસ્ટી સચીનભાઈ ડી પટેલ, મિતલબેન એસ પટેલ,ડૉ.રિન્કુબેન ડી પટેલ, ડી.આઈ.પટેલ નર્સિંગ કોલેજેના પ્રિન્સિપાલ, શ્રીમતિ એચ.ડી.પટેલ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ, જી.એચ.પટેલ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ સહીત મહેમાનોએ વિધાથીઓને આરોગ્યના ક્ષેત્રે એમની સેવાની મુલ્યોની વાત કરીને જીવનમાં સફળતા માટેના આશીર્વાદ પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી મા NSS કો-ઓર્ડીનેટરની ભરતી માટે પસંદગી પામેલા 10 ઉમેદવારો ના ઈન્ટરવ્યુ યોજાયા..

પાટણ તા. 2હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં NSS કો-ઓર્ડીનેટર ની...

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા..

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા.. ~ #369News

સિધ્ધપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાઈ.

પાટણ તા. 5 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી...