પાટણ તા. ૨૩
પાટણ કોલેજ રોડ ઉપર ચાલતી બ્રિજની કામગીરીને લઈને ડાઈવઝૅન અપાયેલા માર્ગ પર વાહન ચાલકને પસાર થવામાં નડતરરૂપ બની રહેલ વળાંકની દીવાલને તંત્ર દ્વારા દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવતા ટ્રાફિક ની સમસ્યાઓ મહંદ અંશે હળવી બની છે.પાટણમાં યુનિવર્સિટી રોડ ઉપર રેલવે ફાટક બંધ કરી નવીન ઓવર ફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ હોય જેને કારણે વાહનોને પસાર થવા માટે કોલેજ રોડ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે વાહનો ની અવરજવર ના કારણે કોલેજ રોડ ઉપર ભારે ટ્રાફિક થતો હોય કલેકટરની અધ્યક્ષતામાં તંત્રની સંયુક્ત ટીમ દ્વારા કરેલ સર્વેમાં માર્ગે અને મકાન વિભાગની કચેરી પાસે વળાંકમાં દીવાલ નડતરરૂપ હોય ફોર વ્હીલર કે મોટી ગાડીઓ વળાંક લઈને પસાર થઈ શકે તેમ ના હોય દિવાલ તોડીને રસ્તો પહોળો કરવા માટે નક્કી કર્યું હતું. જે અંતર્ગત પાલિકા અને આરએન્ડબીની ટીમ દ્વારા વળાંકમાં આવેલ દીવાલનું સવૅ કરી તેને તોડીને રસ્તો પહોળો કરી ખુલ્લો કરાતા અને વાહન ચાલકોને પણ માગૅ પરથી પસાર થવામાં સરળતા રહેતા ટ્રાફિકની સમસ્યા મહંદ અંશે હળવો બન્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી