google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ લેઉવા પાટીદાર સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગુર્જરવાડા ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બની.

Date:

વિજેતા ખેલાડીઓને મળેલ રોકડ પુરસ્કાર સમાજ સેવા ના કાયૅમાં અપૅણ કરાયું..

પાટણ તા. ૩૧
પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું હતું.જેમાં સમાજ ના વિવિધ માહોલ્લાની 23 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે ટુનૉમેન્ટ ની યોજાયેલી ફાઈનલ મેચ ગુર્જરવાડા અને ભઠ્ઠીના માઢ વચ્ચે રમાઈ હતી.જેમાં ભઠીનામાંઢ ટીમે પ્રથમ દાવ લેતાં 12 ઓવરમાં 6 વિકેટે 86 રન બનાવ્યા જેના જવાબમાં ગુર્જરવાડા ટીમે 10.5 ઓવર માં 7 વિકેટમાં 86 રન બનાવી ચેમ્પિયન બનતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગુર્જરવાડા ટીમને વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

જયારે ભઠી નો માઢ ટીમને રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.મેચ ના અમ્પાયર તરીકે દેવેશ પટેલ અને વિકાસ પટેલે સેવાઓ આપી હતી તો મેન ઓફ ધ મૅચ ગુર્જરવાડા ટીમના ક્રિશ પટેલ,બેસ્ટ બેસ્ટમેન પૂર્વેસ પટેલ,બેસ્ટ બોલર્સ મહેશ પટેલ,બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ નરેશ પટેલ ને ટ્રોફી અને રોકડ રકમ એનાયત કરાઈ હતી.તમામ ખેલાડીઓએ રોકડ પુરસ્કાર સમાજ ના સેવા કાયૅ માટે પરત આપી સમાજ ભાવના નું ઉત્તમ ઉદારણ પુરૂ પાડયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકોએ ભાજપ નો કેસરીયો ધારણ કરી ભાજપના વિજય નો જયઘોષ કર્યો.

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના સમર્થકો ને ભરતસિંહ ડાભી...

પાટણ જનતા હોસ્પિટલ સામે માનવતાની દિવાલ પાસેથી બીનવારસી ભિક્ષુકની લાશ મળી…

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બીનવારસી ભિક્ષુકની લાશને...

જિલ્લા સ્વાગત નિવારણ મા 10 અરજદારો ના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવતા કલેકટર…

કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન કરાયું..પાટણ તા. 22પ્રજાના...