fbpx

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં વધુ મતદાન માટે તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો શરૂ કરાયા…

Date:

પાટણ તા. ૨૩
આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પાટણ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ દ્વારા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી’વ જિલ્લા શિક્ષણાધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય અને શહેરોમાં શાળાની નજીકના વિસ્તારો કે જ્યાં ઓછું મતદાન થયેલ છે ત્યાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

મતદાન જાગૃતિ અંતર્ગત શાળાઓમાં પહેલેથી જ ચુનાવ પાઠશાળા,મતદાન સાક્ષરતા ક્લબ(ELC) દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતદાન કેવી રીતે કરવું તેનો સંપૂર્ણ ડેમો કરાવી જાગૃતતા લાવવામાં આવે છે.
આ સિવાય જિલ્લામાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયેલું છે અથવા તો જ્યાં મહિલાઓ અને PWD વોટર્સ દ્વારા ઓછું મતદાન થાય છે, ખાસ કરીને તેવા મતદાન મથકોના વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મતદારોમાં જાગૃતિ આવે અને આગામી સમયમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ જેવી કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિને લગતા ચિત્રો, પોસ્ટર્સ અને બેનર્સ જાહેર સ્થળોએ લગાવી મતદારોને જાગૃત કરવામાં આવે છે.

સાથે-સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને તેમજ મતદાન મારો અધિકાર હું મતદાતા જેવી થીમ પર ભવાઈ, શેરી નાટકો, લઘુ નાટિકા વગેરે જેવા પાત્રો ભજવીને અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શની દ્વારા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આવા મત દાન જાગૃતિનાં વિવિધ કાર્યક્રમો,પ્રવૃતિ થકી પાટણ જિલ્લામાં ઊંચુ મતદાન થાય તેવા જિલ્લા સ્વીપ નોડલ, અધિકારી, વ જિલ્લા શિક્ષણાધિકારી પાટણ દ્વારા ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ના મધાપુર ગામ ના તળાવ માંથી ભેંસો કાઢવા જતા આધેડ નો પગ લપસ્યો..

ઘટનાને પગલે ધારાસભ્યે ધટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની...

જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે મિટિગ મળી

જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના ભાગરૂપે મિટિગ મળી ~ #369News