પાટણ તા. ૨૩
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણી લક્ષી ગતિવિધિ તેજ બનાવાઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતૃત્વથી લઈને બુથ લેવલ સુધી તમામ હોદ્દેદારો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક ઉમેદવાર 5 લાખની લીડ થી વિજય મેળવે તે દિશામાં કામ કરી રહ્યો છે. પાટણ લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતોથી જીતવા માટે પ્રયત્ન શિવ બની કામ કરી રહ્યો છે ત્યારે શુક્રવારે પાટણ હારીજ રોડ પર કાયૅરત કરવામાં આવેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પાટણ લોકસભાના પ્રભારી અશોકભાઈ જોશીની ઉપસ્થિતિમાં પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ સહઇન્ચાર્જ તેમજ વિધાનસભા ઇન્ચાર્જ,સહઇન્ચાર્જ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પાટણ લોકસભા સંયોજક નંદાજી ઠાકોર,મીડિયા પ્રભારી લક્ષ્મણસિંહ રાજપુત, સહ પ્રભારી રાજુભાઇ શુક્લએ ઉપસ્થિત રહીને તમામ ઉપસ્થિત ઇન્ચાર્જ સહઇન્ચાર્જ ને ચુટણી લક્ષી જરૂરી માર્ગદર્શન જેમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયની બેઠકો, બુથમાં થતા પ્રવાસ સહિત મંડળકક્ષાની નાના માં નાની બેઠકનું વ્યવસ્થિત રીતે કવરેજ થાય અને તે કવરેજ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચાડવા જણાવ્યું હતુ. બેઠકમાં પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશભાઇ દરજી, સહઇન્ચાર્જ જગમાલસિંહ નાડોદા,ગોવિંદ પ્રજાપતિ સહિત તમામ વિધાન સભાના ઇન્ચાર્જ સહઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી