સમગ્ર પાટણ શહેર જ નહીં પરંતુ ગુજરાતના લોકો પણ પાટણના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવા સૂચનો રજૂ થયા..
પાટણની સ્થાપના કરનાર વીર વનરાજ ચાવડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવા સુચન કરાયું..
પાટણ તા. ૨૩
ઐતિહાસિક નગરી પાટણ ના 1279 મો સ્થાપના દિવસ આગામી તા. 3 માચૅ ના રોજ ઉજવાનાર છે. ત્યારે ઐતિહાસિક નગરીની ઉજવણી નો ઉમંગ પાટણ નહિ પરંતુ સમગ્ર ગુજરાત મા ઉભો થાય તેવા પ્રયાસ સાથે શનિવારે પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલીકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ સહિત શહેરની વિવિધ સંસ્થાઓ,વેપારી એસોસિયેશન
સાથે પાટણ ના પ્રબુદ્ધ નગરજનોની બેઠક મળી હતી.આગામી તારીખ ત્રણ માર્ચ ને રવિવારના રોજ ઐતિહાસિક નગરી પાટણ શહેરના 1279 માં સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં મળેલી આ બેઠકમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ વિવિધ સંસ્થાઓ સહિત વેપારી મંડળો દ્વારા પાટણના નગરજનો સહિત સમગ્ર ગુજરાતના લોકો આ ઐતિહાસિક નગરીના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવા વિવિધ સૂચનો કર્યા હતા.
તો અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા પાટણની સ્થાપના દિવસની ઉજવણીમાં વિવિધ રાજવીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવ્યું હતું.બેઠકમાં ઉપસ્થિત રહેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાજેન્દ્રસિંહ વાઘેલાએ પાટણની સ્થાપના કરનાર વીર વનરાજ ચાવડાની પાટણ શહેરના કોઈપણ વિસ્તારમાં પ્રતિમા પ્રસ્થાપિત કરવા રજૂઆત કરી હતી. જેને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે સમર્થન આપી આ બાબતે નગરપાલિકાએ સહયોગ આપવા અપીલ કરી હતી. બેઠકની શરૂઆતમાં પુવૅ નગર સેવક સતીષ ભાઈ ઠકકર દ્રારા સ્વાગત પ્રવચન કરાયું હતું. સ્થાપના દિન ની ઉજવણી ની માહિતી ગુજરાત રાજપૂત યુવા સંઘના મહિપતસિંહ રાજપૂતે વણૅવી હતી.ઐતિહાસિક નગરી પાટણના 1279 માં સ્થાપના દિવસની ઉજવણીના આયોજનના ઉપલક્ષ્યમાં મળેલી આ બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉત્સવ સમિતિના યતીન ગાંધી, હેમંત તન્ના, સતીશ ઠક્કર, મહાસુખભાઈ મોદી, મદારસિહ રાજપૂત, મનોજ પટેલ, જયેશ પટેલ, ગોપાલસિંહ રાજપુત સહિત વિવિધ સંસ્થાઓ ના આગેવાનો, પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી