પાટણ તા. ૨૪
પાટણ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ માટે ચાલતી પોષણ અભિયાન સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ ના અધ્યક્ષ પદે સંવાદ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં તેઓએ આઈસીડીએસ ની વિવિધ યોજનાઓ બાબતે જાણકારી મેળવીને પોષણ અભિયાન યોજના, પૂર્ણા, દૂધ સંજીવની, પૂરક પોષણ, પીએસઈ, બાંધ કામ, મહેકમ વિગેરે મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી બી. એમ. પ્રજાપતિએ પાટણ જિલ્લા પંચાયત ખાતે આયોજિત icdsની પ્રથમ બેઠકમાં જિલ્લાના તમામ સીડીપીઓ તેમજ તાલુકા પંચાયત એનએમએમ સ્ટાફ અને પોષણ ટેકરની કામગીરી સંભાળતા તમામ સ્ટાફ અને જિલ્લા કચેરીના સ્ટાફ સાથે બેઠકમાં યોજનાકીય માહિતી મેળવી સરકારની આ યોજના સમયસર અને પૂરેપૂરી પહોંચે તે માટે નીતિમત્તા સાથે કામ કરીને કુદરતના આશી ર્વાદ મેળવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે બાળકો બિમાર પડે તો તેવા સંજોગોમાં અંધશ્રદ્ધામાં ન રહેતા બાળકોને તાત્કાલિક નજીકના સરકારી દવાખાને લઈ જઈ નિદાન સારવાર કરાવવા અને રસીકરણ પૂરેપૂરું કરાવવા પણ નિર્દેશ કર્યો હતો.
આ ઉપરાંત સ્ટોક વિતરણ બાબતે વિભાગ દ્વારા જે કંઈ સારી પ્રવૃત્તિઓ કરવામાં આવી તેનું ડિસ્પ્લે કરવા પણ તેમણે હિમાયત કરી હતી.આ બેઠકમાં આંગણવાડીની તમામ પ્રવૃત્તિઓ તેમજ તેનો લાભ લેતા લાભાર્થી ઓ બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી અપાઈ હતી. આંગણવાડીએ બાળ ગોપાળના આશીર્વાદ છે એમ જણાવી તેમણે સારું કામ કરનાર આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, ઉર્મિલાબેન પટેલ સહિત સીડીપીઓ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી