fbpx

સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ની સુફિયાણી વાતો મીઠીધારીયાલ ગામમાં સજૉયેલી ગંદકી ને જોતાં પોકળ સાબિત બની છે..

Date:

ગામની પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર નજીક દુષિત પાણી અને અસહ્ય ગંદકી ના કારણે રોગચાળો ફેલાઈ તેવી ભીતી..

પાટણ તા. 30 એક તરફ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્યની સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચ કરી રહી છે.પરંતુ સાચા અર્થમાં છેવાડા ના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના નામે કોઈ કામગીરી ન કરાતી હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોગચાળો ફેલાવાની ભીતી પ્રબળ બનતી હોય છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામની પ્રાથમિક શાળા નજીક ધણા સમયથી સજૉયેલી ગંદકીની સમસ્યા સાથે માગૅ પર ભરાયેલ દુષિત પાણીના કારણે શાળામાં અભ્યાસ માટે જતાં બાળકોની હાલત કફોડી બનવાની સાથે બાળકોમાં રોગચાળો ફેલાવાની ભીતી પણ પ્રબળ બનવા પામી છે.

તો ગામના આરોગ્ય કેન્દ્ર પાસે પણ આવી જ સમસ્યા નું નિમૉણ થયું હોય ગ્રામજનો દ્રારા અનેક રજુઆતો કરવા છતાં પણ આ દુષિત પાણી સાથે સજૉયેલી ગંદકી નું નિરાકરણ લાવવામાં તંત્ર વામણું પુરવાર થયું હોય ગ્રામજનોમાં તેમજ શાળાએ જતાં બાળકોમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં આ સમસ્યા નું નિરાકરણ લાવવાની માગ સાથે તંત્ર પ્રત્યે ગ્રામજનોમાં રોષ ની લાગણી જોવા મળી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ ના વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને મંત્રી ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી..

મંત્રી દ્વારા વિધાર્થીઓના હિતમાં આ મામલે ત્વરિત નિરાકરણ લાવવાની...