google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ ખાતે સ્વ.રસિકલાલ ઠાકરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૨૫
હારીજ ગામ દરવાજા ઠાકર શેરી ખાતે સ્વ.ઠાકર રસિકભાઈ નાથાલાલ ની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે તેઓના પરિવારજનો દ્વારા અમદાવાદના સંતવાણી ભજનીક કલાકાર જીતુભાઇ રાવલ અને તેમની ટીમ દ્વારા ભવ્ય સંતવાણી ભજન કીર્તન તેમજ હારીજ ની ઉભરતી બાળ ભજનીક કલાકાર કશીશ વિમલભાઈ રાવલ, તબલચી બાબુપુરી ગોસ્વામી વિગેરે કલાકારો એ સંતવાણી ભજન કીર્તન ની રમઝટ મચાવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થીત શ્રોતાગણે ભક્તિરસ ભજનોનો લાભ લઈ મંત્રમુગ્ધ બન્યા હતા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમ માં વાઘેલ અંતરિયા હનુમાનજી મહંત શિવા નંદ ગીરી મહારાજ, રવદ હનુમાનજી મઢી મહંત સાથે વઢિયાર પંથકના પીઢ અને સેવાભાવી પત્રકાર જીતુ ભાઈ સાધુ સહિત સંત પ્રેમી અમદાવાદ ચાંદલોડિયા થી લાલભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.

પધારેલ સાધુ સંતો મહંતો અને મહેમાનો સહિતના મહાનુભાવો નુ ફૂલ પુષ્પ શાલ ઓઢાડી ઠાકર પરિવાર વતી ધવલ રસિક લાલ ઠાકર, જિગર રસિક લાલ ઠાકર વિગેરેએ ભાવ ભર્યું સ્વાગત સન્માન સાથે દાન દક્ષિણા અપૅણ કરી સ્વ. રસિકલાલ નાથાલાલ ની પ્રથમ વાર્ષીકપુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધા સુમન સમપિર્ત  કયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું..

પાટણ જિલ્લા પંચાયત ના વર્ષ 22-23 ના સુધારેલ બજેટમાં વિપક્ષનો વાંધો તો વર્ષ 23-24 નું બજેટ સવૉનુમતે મંજૂર કરાયું.. ~ #369News

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની.

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની. ~ #369News

20,19 916 મતદારો સાથે ની પાટણ લોકસભા બેઠકની આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી..

પાટણ તા. ૨૪પાટણ લોકસભાની બેઠકોના મતદારોની આખરી મતદાર યાદી...