fbpx

પાટણમાં ક્રિષ્ના ગૃપ દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવનાર ઉમેદ વારો માટે ઉપલબ્ધ બનાવાયેલી સુવિધાઓ સરાહનીય બની.

Date:

દરેક ની માટે રહેવા, જમવાની સુવિધા સાથે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં આવ્યા..

પાટણ તા. 9
ક્રિષ્ના ગ્રુપ પાટણ અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા તલાટી ની પરીક્ષા આપવા આવનાર દરેક જ્ઞાતિ ના ભાઈઓ માટે ગોપાલક સંકુલ ખાતે અને બહેનો માટે દ્વારકેશ છાત્રાલય ખાતે નિશુલ્ક રહેવા અને જમવા સાથે ચા નાસ્તાની સગવડ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.તો દરેક ભાઈઓ-બહેનોને બસ સ્ટેન્ડ થી સ્થળ સુધી આવવા માં કોઈ તકલીફ ના પડે તે માટે ક્રિષ્ના ગ્રુપ ના મિત્રો દ્રારા ગાડી અને બાઈક ની સુવિધા ઉપલબ્ધ બનાવી દરેક ને પરિક્ષા કેન્દ્ર સુધી પણ પહોચાડવામાં આવ્યા હતા.

તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થી ઓને તજજ્ઞો દ્વારા પરીક્ષા લક્ષી સુંદર માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યુ હતુ.આ સેવાકીય પ્રવૃત્તિમાં કિરણભાઈ દેસાઈ દિગડી પ્રમુખ ક્રિષ્ના ગ્રુપ પાટણ, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ, મગન ભાઈ દેસાઈ દ્વારકેશ છાત્રાલય, વાઘજી ભાઈ , હરૉગોવનભાઈ, તળાજાભાઈ, બળદેવભાઈ,ગોવિંદભાઈ,રાજુભાઈ,કાજાભાઈ,જેશગભાઈ, આનંદભાઈ,ગેમરભાઈ, બાબુભાઈ, પસાભાઈ, ઓધાર ભાઈ, નારણભાઈ,રેવાભાઈ,હરેશભાઈ,જયેશભાઈ દરજી સહિત નાઓ જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં વધુ એક યુવાને મોત ની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી..

સિધ્ધી સરોવરમાં બનતાં આત્મ હત્યા ના બનાવો અટકાવવા પાલિકા...

કબજિયાતથી જીવન હરામ થઈ ગયું છે? જો તમે પપૈયાનો આ ભાગ ખાશો તો તમને રાહત મળશે

કબજિયાતથી જીવન હરામ થઈ ગયું છે? જો તમે પપૈયાનો આ ભાગ ખાશો તો તમને રાહત મળશે ~ #369News

પાટણ સીટી વિસ્તાર માંથી ચોરેલ એક્ટીવા સાથે આરોપીને પકડી પાડતી હારીજ પોલીસ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ...

જિલ્લાની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ અને ભંગારના નિકાલની કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. 2 લોકોમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન...