fbpx

પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે શહેરી અને ગ્રામીણ કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાયા…

Date:

પાટણ તા. ૨૪
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં મહત્તમ મતદાન થાય તથા મહિલાઓ અને યુવા મતદારો તેમજ વયોવૃદ્ધ મતદારો અવશ્ય મતદાન કરે તે હેતુથી ટીપ અને સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત નોડલ અધિકારી TIP અને જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અલગ અલગ ગામો માં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

15 દિવસીય આ કેમ્પેઈનના પ્રથમ દિવસે જિલ્લાની વધુ મતદાર ધરાવતી સોસાયટી ઓના પ્રમુખ, કારો બારી તથા બિલ્ડરની સાથે મીટીંગ તેમજ ગ્રામ્ય કક્ષાએ વૃદ્ધો અને મહિલાઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તમામ લોકોને મતદાનનું મૂલ્ય સમજાવી ને અવશ્ય મતદાન કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

તા.22 એપ્રિલ અને 23 એપ્રિલ એમ બે દિવસ માં જિલ્લાની ચાર વિધાનસભા ના કુલ 9 તાલુકામાં થયેલ કાર્યક્રમો પર નજર કરીએ તો, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારના સંકલનથી કુલ 491 કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતા.

જેમાં ગામના સ્થાનિક આગેવાનો, વયોવૃદ્ધ મહિલાઓ એમ કુલ મળી 21,485 ગ્રામ્ય કક્ષાએ તેમજ પાટણ જિલ્લામાં શહેરી કક્ષાએ કુલ – 196 જુદી જુદી સોસાયટીઓમાં સોસાયટીના પ્રમુખ, કારોબારી સભ્યો તેમજ બિલ્ડર ના સહયોગથી મહિલાઓ, યુવા મતદારો, વયો વૃદ્ધ મતદારો એમ કુલ મળીને 14,730 મતદારો ને મતદાન કરવા સંકલ્પ લેવડાવી કટિબદ્ધ કરવામાં આવ્યા હતા. આ બહોળી સંખ્યામાં મતદારો એ મીટીંગમાં ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની કે. કે. ગલ્સૅ શાળાએ ધો. 12 નું 100℅ અને ધો. 10 નું 84.72℅ પરિણામ હાંસલ કયુઁ..

ધોરણ 10 અને 12 મા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને શાળાના...

પાટણના બામરોલી પ્રા. શાળામાં ઈન્સ્ટોલેશન વગર ધૂળ ખાઈ રહ્યાં છે કોમ્પ્યુટર સેટો…

છતાં કોમ્પ્યુટરે કોમ્પ્યુટર ના જ્ઞાન માટે વિધાર્થીઓ કાગડોળે રાહ...