વગૅ 3 અને 4 ના ફિકસ પગાર કમૅચારીઓ દ્રારા યુનિવર્સિટી વહીવટીભવન ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ
પાટણ તા. ૨૮
નાણાં વિભાગના તા. ૧૮-૧૦-૨૦૨૩ ના ઠરાવથી રાજય સરકાર દ્વારા વર્ગ ૩ અને ૪ ના આશરે ૬૧,૫૬૦ જેટલા ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઉપરોક્ત સંદર્ભ-૨ ના શિક્ષણ વિભાગના તા.૨૨-૦૧-૨૪ ના ઠરાવથી રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા આશરે ૬,૬૬૮ જેટલા શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસ. ટી. નિગમના કર્મચારીઓ અને ગૃહ વિભાગ હેઠળ પોલીસ કર્મચારીઓના ફિક્સ પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે ખૂબજ પ્રશંસનીય અને આવકાર દાયક બાબત છે પરંતુ અનુદાનિત કોલેજો માં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને આ વેતન સુધારાના લાભથી આજ દિન સુધી વંચિત રાખવામા આવ્યા છે જે ખુબજ દુઃખની વાત છે. ઉપરોક્ત વિષય અનુ સંધાને અમારી નીચે મુજબની રજૂઆતને સરકાર સુધી પહોંચાડી અધ્યાપક સહાયકોને ન્યાય અપાવશો તેવી વિનંતી સાથે સંદર્ભ-૧ અને ૨ ના ઠરાવ પ્રમાણે ધોરણ-૮, ૯ અને ૧૦ ની માધ્યામિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને માસિક ફિક્સ પગાર રૂ. ૪૦,૮૦૦/- જ્યારે ધોરણ-૧૧ અને ૧૨ ની ઉચ્ચતર માધ્યામિક શાળાઓ માં શિક્ષણ સહાયકોને રૂ.૪૯,૬૦૦/- જેટલો માસિક ફિક્સ પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે બીજી બાજુ Ph.D./NET/SET /SLET જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને કેન્દ્રિયકૃત સીધી ભરતી પ્રક્રિયાથી મેરિટના આધારે કોલેજોમાં નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકોને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ માસિક રૂ. ૪૦,૧૭૬/- ફિક્સ પગાર આપવામાં આપવામાં આવે છે જે માધ્યમિક (રૂ.૪૦, ૮૦૦) અને ઉ.માધ્યામિક (રૂ.૪૯,૬૦૦) શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો કરતાં પણ ઓછો છે. આથી ગુજરાતમાં કોલેજમાં નોકરી કરતા અધ્યાપક સહાયક કરતા ધોરણ ૮ માં નોકરી કરતા શિક્ષણ સહાયકનો પગાર વધારે છે જેથી ગુજરાતના શિક્ષણ જગતમાં “વધુ લાયકાત, ઓછો પગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.રાજયની તમામ 11 સરકારી યુનિવર્સિટીઓમાં નિયમોમાં સમાનતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અધ્યાપકોની નવી નિમણૂંક માટે શૈક્ષણિક લાયકાત અને તેઓને બજાવ વાની થતી ફરજો/કામગીરી ના ધોરણો સમાન છે પરંતુ આ અધ્યાપકોને વેતન, રજા અને અન્ય સેવાકીય લાભ આપવાની બાબતમાં ભેદભાવ રાખવામા આવે છે. યુનિવર્સિટી ભવનો અને સરકારી કોલેજોમાં અધ્યાપકોને નિમણૂક તારીખ થી જ યુજીસી પ્રમાણે પૂરા પગાર સહિત તમામ લાભો આપવા માં આવે છે જ્યારે ગ્રાન્ટેડ કોલેજોમાં યુજીસીની જોગવાઈઓથી વિપરીત’અધ્યાપક સહાયક’તરીકે પાંચ વર્ષ ફિક્સ પગારમાં નિમણૂક આપવામાં આવે છે જેમાં મીડિકલ રજા, પિતૃત્વ રજા કે સીપીએફ નો લાભ પણ આપવા માં આવતો નથી. આથી અધ્યાપકોને આપવાના થતાં આર્થિક તેમજ સેવાકીય લાભની બાબતમાં પણ સમાનતા અને એકસૂત્રતા જળવાઈ રહે તે પ્રકારની જોગવાઈઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 માં દાખલ કરવી જોઈએ તેવી પણ અમારી આપશ્રી સમક્ષ રજૂઆત છે.આથી ઉપરોક્ત સંદર્ભ ૧ અને ૨ ના ઠરાવની જોગવાઈઓ પ્રમાણે રાજ્યના અન્ય ફિક્સ પગારના કર્મચારીઓને સાતમાં પગાર પંચના બેજીક પગારમાં ૩૦% જેટલો પગાર સુધારણાનો લાભ આપ્યો છે તો એ પ્રમાણે અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને પણ યુ.જી.સી.ના સાતમાં પગાર પંચ પ્રમાણેના બેજીક પગાર (રૂ. ૫૭,૭૦૦) માં ૩૦% જેટલો પગાર વધારાનો લાભ તા. ૦૧-૧૦-૨૦૨૩ થી આપવામાં આવે તેવી લાગણી અને માંગણી કરાઈ છે.
અહેવાલ યશપાલ સ્વામી