fbpx

પાટણ જિલ્લાના વઢીયાર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થાય તે પૂર્વે પાણીના પોકારો પડ્યા…

Date:

પાટણ તા. 28
પાટણ જિલ્લાના વઢિયાર પંથક ના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં જ પાણીના પોકારો પડવા માંડ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે છેલ્લા 40 એક દિવસ થી પાણી ની સમસ્યાને લઈને હાલાકી ભોગવી રહેલા ગ્રામજનોની સમસ્યાને નિવારવા શંખેશ્વર માં કાર્યરત અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કર્મ વિરાંગના જીજ્ઞાબેન શેઠ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગ થી રોજના 20 ટેન્કર પાણી પુરૂ પાડી ગ્રામજનોની પાણીની સમસ્યાને મહદ અંશે હલ કરવામાં આવતા રાફુના ગ્રામજનોએ આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરની સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

પાટણ જિલ્લાના વઢીયાર પંથકમાં આવેલા સમી તાલુકાના રાફુ ગામે ઉનાળા ની શરૂઆત થઈ નથી ત્યાં જ છેલ્લા 40 દિવસથી પાણી માટે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હોય જે બાબત ની ગામના આગેવાન શૈલેષભાઈ પંચાલ અને હેમુભાઈ ગઢવી દ્વારા શંખેશ્વરમાં સેવારત જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કર્મ વિરાંગના જીજ્ઞાબેન શેઠને રજૂઆત કરતા જીજ્ઞાબેન શેઠે રાફુ ગામે પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવા આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈના સેવાભાવી પ્રમુખ જયેશભાઈ ઝરીવાલા નો સંપર્ક કરી સધળી હકીકત જણાવતા જયેશભાઈ ઝરીવાલા એ રાફુ ના ગ્રામજનોને ટેન્કર દ્રારા પાણી પુરૂ પાડવા માટે હકારાત્મક અભિગમ અપનાવતા જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમે રાફુ ગામના લોકો માટે 20 જેટલા ટેન્કર પાણી ની સુવિધા ઉપલબ્ધ બનાવી સ્થળ પર જાતે હાજર રહી ગામ ના સૌ કોઈ ને જરૂરિયાત મુજબ પાણી નો જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો.

છેલ્લા 40 દિવસથી પાણી વગર મુશ્કેલીઓ ભોગવી રહેલા રાફુ ના ગ્રામજનોને ટેન્કર મારફતે પાણી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા બદલ આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ અને જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર ની સેવા પ્રવૃતિને સમસ્ત ગ્રામજનોએ સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

કૃયાત સદા મંગલમ..ચિ. આદિત્ય સંગ ચિ. હેતુ લગ્ન ના બંધને બંધાયા..

સગા-સંબંધીને સ્નેહી મિત્રોએ ઉપસ્થિત રહી નવદંપતીને ભેટ સોગાદ સાથે...

પાટણના નોરતા તળપદ પ્રાથમિક શાળામાં નિશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો..

પાટણ તા. ૨૭નોરતા તળપદ પ્રાથમિક શાળામાં આરોગ્ય સેવા મંડળ...

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી ની પાઇપ ના ખોદ કામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા..

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપ ના ખોદકામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા.. ~ #369News