fbpx

પાટણ નગર પાલિકાનું વર્ષ 2024-25 નું રૂપિયા 7. 16 કરોડની પુરાંત વાળુ બજેટ રજૂ કરાયું…

Date:

શહેરની યમુના વાડી સામે નવીન બનેલ કોમ્પલેક્ષ પાસેની પાલિકા હસ્તકની મુતરડી તોડનાર ને સીસીટીવી આધારે તપાસી કાયૅવાહી કરાશે..

પાટણ તા. 28
પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે બુધવારે કારોબારીની મિટિંગ ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આગામી વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટમાં વષૅ 2024-25 ની ઉધડતી સિલક 49,90 કરોડ ની સામે આવક 146,21 કરોડ મળી કુલ રૂ. 196,12 કરોડની આવક સામે કુલ રૂ.188, 96 કરોડ ખચૅ બાદ કરતાં રૂ. 7,16 કરોડનું પુરાત વાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે બજેટને કારોબારી બેઠકમાં મંજૂર કરી આગામી સામાન્ય સભા મા રજુ કરવાનો નિણૅય કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકા સભાખંડ ખાતે મળેલી કારોબારી બેઠકમાં એજન્ડા પરના બજેટ સહિતના કુલ ૩૦ કામો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકીના મોટાભાગના કામો સવૉવાનુંમતે મંજૂર કરી આગામી સામાન્ય સભામાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું. તો વધારાના 16 કામોની પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કેટલાક કામો કાયમી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કારોબારી બેઠકમાં શહેરના ટેલીફોન એક્સચેન્જ થી લીલી વાડી સુધીના માર્ગને માતા ભીમાબાઈ માર્ગ નામકરણ કરવાના કામને સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તો નગર પાલિકા ની લેફ થતી કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ને શહેરના અન્ય વિકાસકામો પાછળ ખચૅ કરવાના કામો જેમાં જુનાગંજ મમતા મોલથી સુભાષચોક સુધી નવીન માગૅ ના મહત્વના કામને પણ કારોબારી બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. કારોબારી બેઠકની શરૂઆતમાં કારોબારી સભ્ય ડો.નરેશ દવે અને હરેશભાઈ મોદી દ્વારા કેટલાક કામો બાબતે સૂચનો કરાતા તેની યોગ્ય કાયૅવાહી માટે જેતે અધિકારીઓ ને સુચિત કરવામાં આવ્યાં હતાં. તો શહેરના યમુના વાડી સામે નવીન બનેલા કોમ્પ્લેક્સ ની જગ્યા પાસેની નગરપાલિકાની મુતરડી તોડી પાડવાના મુદ્દે પણ આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી કસુર વાર સામે કડક કાર્યવાહી કરવા કારો બારી સભ્ય હરેશભાઈ મોદીની રજૂઆતને યોગ્ય ગણાવવામાં આવી હતી.

તો પાલિકાની વેરા શાખાની કામગીરીને કારોબારી સમિતિએ સરાહનીય લેખાવી બાકી વેરા મિલકત ધારકો સામે તેમજ શહેરમાં ગંદકી કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જયારે વોટર વર્કસ શાખા મા ફરજ બજાવતા રોજમદાર કમૅચારી ઓના ઓવર ટાઈમના પ્રશ્ને સુખદ નિરાકરણ લાવી રોજમદાર કમૅચારીઓ ના પગાર વધારા બાબતે ગાંધીનગર નિયામક ની કચેરીમાં રજૂઆત કરી યોગ્ય કરવાની કારોબારી બેઠકે હૈયાધારણા આપી હતી.પાટણ નગરપાલિકા ખાતે મળેલી કારોબારી બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, સભ્ય શૈલેષ પટેલ, મહેશ પટેલ, ડો નરેશ દવે, હરેશભાઈ મોદી, બીપીન પરમારસહિત મહિલા સભ્યો અને પાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તિરૂપતિ માર્કેટના વેપારીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૨૨ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરના બગવાડા દરવાજા નજીક...

શ્રી પાંચ પીપળ કુવા વાળી શક્તિ મંદિર ના 13 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ડાયરો યોજાયો..

ડાયરાના દેશી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી ભક્તોને મંત્ર...