fbpx

પાટણ તાલુકા પંચાયત નું વષૅ 2024-25 નું રૂ.933, 33 લાખનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું…

Date:

પાટણ તા. 28
તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનું સુકાની પદ સાંભળ્યા પછી નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ પદે બુધવારે તાલુકા પંચાયત ના સભાખંડમાં તાલુકા પંચાયત પાટણ નું સને ૨૦૨૩/૨૦૨૪ વર્ષનું સુધારેલ તથા સને ૨૦૨૪ /૨૦૨૫ના વર્ષનું પ્રથમ વાર્ષિક અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૧૭૫ ની જોગવાઈઓ અનુસાર રાજય સરકાર તરફથી પંચાયતની સુપ્રત અને તબદીલ કરેલ વિવિધ પ્રવૃતિઓને આવરી લઇ વાસ્તવિક અંદાજપત્ર તૈયાર કરવાનો પ્રયત્ન પાટણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ તાલુકા પંચાયત ની નું તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર જિલ્લા વિકાસ અધિકારી પંચાયત શાખા જિલ્લા પંચાયત પાટણને દરખાસ્ત કરી મોકલી આપી જેની ચકાસણી થઈ પરત આવેલ હોય.જે મુજબ અંદાજપત્ર દરખાસ્તો સને ૨૦૨૩/૨૦૨૪ ના વર્ષનું સુધારેલ અંદાજપત્ર મુજબ સને ૨૦૨૪ /૨૦૨૫ ના વર્ષનું અંદાજપત્ર કુલ રૂ. ૯૯૭૧.૬૩/- લાખ તથા ઉઘડતી સિલક ૭૦૪.૨૩/-લાખ મળી કુલ એકંદર આવક રૂ. ૧૦૬૭૫.૮૬/- લાખ કુલ ખર્ચા રૂ.૯૭૩૨.૫૩ લાખ બાદ જતાં રૂ ૯૪૩.૩૩ /- લાખ પુરાંતવાળું અંદાજપત્ર સૌ સભ્યો ની બહાલી સાથે રજુ કરવામાં આવ્યું હતું.આ સૂચિત અંદાજપત્ર ૨૦૨૪ /૨૦૨૫ સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંગેની જોગવાઈઓ કરવામાં આવેલ છે. વધુમાં કૃષિ/પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય, તથા વિકાસને લગતી સઘળી પ્રવૃતિઓ નજર સમક્ષ રાખી બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે.

આ બજેટ તાલુકાને વિકાસની હરણફાળ ભરવામાં અત્યંત ઉપયોગી થશે તેવી શ્રધ્ધા અને વિશ્વાસ નવનિયુક્ત પ્રમુખ સહિત ના સભ્યો એ વ્યકત કરી સૌના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતનો વહીવટ વધુ લોકાભિમુખ,રચનાત્મક પ્રગતિશીલ અને અસરકારક બની રહેશે તેવી આશા આ બજેટ બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયતની મળેલ બજેટ બેઠકમાં પ્રમુખ શ્રીમતી લલીબેન રબારી, ટીડીઓ કેતનભાઈ પ્રજાપતિ સહિત તમામ સભ્યો અને તાલુકા પંચાયતના વિવિધ શાખાના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ…

પાલિકા પ્રમુખ સહિત ના સભ્યોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં...