fbpx

પાટણ જિલ્લાના કાકોશી મુકામે ગરબા વડે લોકોને મતદાન ની મહત્તા અંગે જાગૃત કરાયા…

Date:

પાટણ તા. ૨૭
લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે તે અનુસાર તા.07.05.2024 ના રોજ મતદાન થવાનું છે. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ચૂંટણી એટલે લોકશાહીનો અવસર. આ અવસરમાં સહભાગી થવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે.

તેથી દેશના આ લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકો જોડાઈને મતદાન કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક પ્રવૃતિઓ કરીને મતદાન અંગે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી મુકામે કિશોરીઓ દ્વારા ગરબા રજૂ કરીને મતદાન કરવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવ્યા હતા. જેમાં ‘’મતદાન મહાદાન’’ નામક ગરબા કિશોરીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કિશોરીઓએ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈને મતદાનના સ્લોગન ના બેજ લગાવી ને ગરબા કર્યા હતા.

આંગણવાડીની બહેનોના પ્રયાસો થકી આયોજીત આ કાર્યક્રમમાં કાકોશીના ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અવશ્ય કરવા માટે જણાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ કાકોશી ગામની વચ્ચે મીરાલીમડી મુકામે પણ ગરબા દ્વારા તેમજ મતદાન જાગૃતિના સુત્રોચ્ચાર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન આપણી સામાજીક જવાબદારી છે તે વિષય પર રંગોળી કરીને લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જુનાગંજ બજારમાં ભાવનગરની મહિલાની થેલી માથી ગઠીયો રોકડ અને દાગીના સેરવી ફરાર થયો..

પાટણના જુનાગંજ બજારમાં ભાવનગરની મહિલાની થેલી માથી ગઠીયો રોકડ અને દાગીના સેરવી ફરાર થયો.. ~ #369News

પાટણ- શિહોરી માગૅ પર પોલીસ ની 100 નંબર વાન ડિવાઈડર તોડી પલ્ટી મારી ગઈ…

પાટણ તા. 4 પાટણ શહેરમાં બુધવારની વહેલી સવારે પાટણ...