google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી ખાતે એમ્પાવરીંગ કેમેસ્ટ્રી વીથ ઈન્ટરેક કયુઅલ પ્રોપર્ટી રાઈટ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો..

Date:

વિજ્ઞાન દેશની પ્રગતિ નો આધાર છે : કા. કુલપતિ..

પાટણ તા. ૨૯
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેનશન હોલ ખાતે ગુરૂવારે એમ્પાવરીંગ કેમેસ્ટ્રી વિથ ઈન્ટરેકકયુઅલ પ્રોપર્ટી રાઈટ વિષય પર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરમાંથી 330 શોધાર્થી અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. જેમાં 80 જેટલા પેપર અને પોસ્ટર રજુ થયા હતા.

આ પ્રસંગે રાજસ્થાન ઉદયપુર સ્થિત પેસેફિક યુનિવર્સીટી ના વિજ્ઞાન શાખાના વડા પ્રો. રામેશ્વર અમેટા એ શોધાર્થીઓંને નોબલ પ્રાઈઝ વિજેતા ડૉ. સી વી રમન અને તેમણે શોધેલી રમન ઇફેક્ટ વિષે સમજાવી જણાવ્યું કે કોઈપણ દેશની પ્રગતિનો આધાર તેની વૈજ્ઞાનિકો દ્વારા થયેલી શોધો હોય છે.

ગાંધીનગર સેન્ટ્રલ યુનિ.ના પ્રો. દિનેશકુમારે બેઝિક સાયન્સ વિષે શોધાર્થી ઓને સમજ આપી વિકસિત ભારત માટે વિજ્ઞાન આશીર્વાદ રૂપ છે દેશમાં આત્મનિર્ભર ભારત થકી થઈ રહેલા નવા સંશોધનો થી દેશ ની પ્રગતિ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સીટીના કા. રજિસ્ટ્રાર ડૉ કમલ મોઢ દ્વારા વિદ્યાર્થીઓ ને વિકસિત ભારત અંતર્ગત તેમના નવા આઈડિયા અને નવી શોધ મુકવા અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પેટર્ન એક્સપર્ટ રવિભાઈ એ વૈશ્વિક પેટર્ન કાયદા ઓની સમજ આપી હતી.સંજય ભાઈ એ ટ્રેડમાર્ક અને તેની સમજ આપી હતી. આ પ્રસંગે યુનિ.ના કા. કુલપતી ડૉ રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે વિજ્ઞાન એ દેશની પ્રગતિનો આધાર છે અને હવે 2047 માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે યુવા વૈજ્ઞાનિકો એ આગળ આવવું રહ્યું.આ સેમિનારમાં પ્રો.સંગીતાબેન શર્મા,પ્રો હરિભાઈ અને પ્રો. કોકિલાબેન સહિત મોટી સંખ્યામાં શોધાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના ફિલ્મ કલાકારોની ઉપસ્થિત મા પાટણની સેનેલાઈટ સિનેમા ખાતે પ્રોમો યોજાયો..

પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને ફિલ્મની સ્ટોરીથી કલાકારોએ...

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..પાટણ તા....

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું..

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું.. ~ #369News