google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના નવાગંજ સામે સજૉયેલ અકસ્માત ની ધટના ની સાહી સુકાઈ નથી ત્યાં ટીબી ત્રણ રસ્તા નજીક ટ્રક અને ટર્બો વચ્ચે અકસ્માત સર્જાયો..

Date:

પાટણ તા. ૨
પાટણ શહેરના હાઈવે માગૅ પરથી બેફામ પણે દોડતાં ભારે વાહન ચાલકો પોતાના વાહનને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માત ના બનાવો સજૅતા અનેક નિદોર્ષ માનવ જીદગી મોતના મુખમાં ધકેલાતી હોવા છતાં આવા બેફામ બની દોડતા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવતાં લોકોમાં પોલીસ ની કામ ગીરી સામે રોષની લાગણી ઉભી થવા પામી છે. ગુરૂવારે શહેરના નવા ગંજ સામે ના હાઈવે માગૅ પર ટબૉ ચાલકે હડફેટે લેતા બાઈક સવાર પ્રજાપતિ રિતેશ નામના આશાસ્પદ યુવાન ના મોતની ધટના હજુ ભુલાઈ નથી ત્યાં શુક્રવારે રાત્રે શહેરના ટી.બી ત્રણ રસ્તા નજીક થી પસાર થતાં ટ્રક અને ટબૉ વચ્ચે ગમખ્વાર અકસ્માત સજૉતા અફડાતફડી મચી જવા પામી હતી.

બનાવને પગલે ધટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને અકસ્માત ની ગંભીરતા જોતાં બન્ને વાહન નો આગળ નો ભાગ કચચર ધાણ થઈ ગયો હોય માગૅ પરથી અકસ્માત ગ્રસ્ત વાહનને ખસેડવા ક્રેન ની મદદ લેવાની ફરજ પડી હતી. જોકે આ અકસ્માત માં કેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતાં તે જાણી શકાયું ન હતું.

પાટણ શહેરના નવા ગંજ બજાર સામે ના હાઈવે માગૅ પર ટબૉ ની ટકકરે મોતને ભેટેલા પ્રજાપતિ રિતેશ નામના આશાસ્પદ યુવાનના મોતને લઈને તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવવા શનિવારે મૃતકના નિવાસ સ્થાને ગયેલા પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરના હાઈવે માગૅ પર પુરઝડપે અને ગફલતભરી રીતે બેફામ બની દોડતા ભારે વાહન ચાલકો દ્વારા સજૉતા આવા અકસ્માતના બનાવોને અટકાવવા જિલ્લા પોલીસ વડા ને કડક કાર્યવાહી હાથ ધરવા જણાવી શહેર ફરતે વહેલામાં વહેલી તકે રિંગરોડ બનાવવા માટે સરકારમાં તેઓ દ્રારા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવી મૃતક રિતેશ પ્રજાપતિ ના આત્માની શાંતિ માટે કામના વ્યકત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પાટણ ધારાસભ્ય ની સાથે જિલ્લા કોગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈ, શહેર કોગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા, પૂવૅ પ્રમુખ શંકરલાલ મોદી સહિત ના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહી મૃતકની ફોટો પ્રતિમાને પુષ્પાજલિ સમપિર્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીલ્લામાં 3 ઝોન માં 30,570 વિદ્યાર્થીઓ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષા આપશે…

જિલ્લામાં ધોરણ 10 માં કુલ 18494 વિદ્યાર્થીઓ અને ધોરણ...

18- પાટણ વિધાનસભા ભાજપ પરિવાર નો દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

આગામી લોકસભા ની ચુટણીમાં પુનઃ ભાજપનો ભગવો લહેરાવી ત્રીજી...

પાટણમાં એકનું એક ઢોર બીજી વખત પકડાઈ તો ઢોર માલિક ને તડીપાર કરો : પ્રાંત ઓફિસર..

પાટણ તાલુકા સંકલન સમિતિ ની બેઠકમાં રખડતાં ઢોર મામલે...