પ્રથમ મેળાએ સમાજના નવદંપતીઓએ ઘરેથી મંદિર સુધી ફેરા ફરી પરંપરા નિભાવી…
શ્રધ્ધાળુઓએ પીપળાનાં પાન પર દીવો થી દીવો દેખાઈ તે પ્રમાણે દીપ પ્રગટાવી પોતાની આસ્થા પ્રગટ કરી…
ભગવાન ની જયોત સ્વરૂપે નિકળતી રવાડી ના દશૅન સાથે રેવડી નો પ્રસાદ ગ્રહણ કરી ભકતોએ ધન્યતા અનુભવી…
પાટણ તા. 27
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ અને નિરંજન નિરાકાર સ્વરૂપે પૂજનીય શ્રી પદ્મનાભ ભગવાનના રેવડીયા મેળા તરીકે પ્રચલિત સપ્ત રાત્રી મેળાનો કારતક ચૌદસને રવિવારના પવિત્ર દિવસે પાટણના પ્રથમ નાગરિક પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ના વરદ હસ્તે ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રિ મેળાના પ્રથમ દિવસે મંદિર પરિસર ખાતેથી નીકળતી ભગવાનની જ્યોત સ્વરૂપે ની ચાર રવાડીઓ મહંતો દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ ભજન કીર્તન અને વાણી સાથે શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી રવાડીના દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રીના પ્રથમ મેળે પ્રજાપતિ સમાજના નવદંપતીઓએ વર્ષોની પરંપરા અનુસાર પોતાના ઘરેથી નિજ મંદિર સુધી નવા નવા વસ્ત્રો પરિધાન કરી છ ફેરા ફરી સાતમો ફેરો બીજા મેળાના દિવસે પૂર્ણ કરી ધન્યતા અનુભવશે. તો પાટણ મોદી સમાજના કેટલાક પરિવારની યુવતીઓએ પણ ભગવાન પદ્મનાથ જી ના સપ્ત રાત્રિ મેળા ના પ્રથમ દિવસે ફેરા ફરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા તો શ્રદ્ધાળુ ભક્તો દ્વારા પોતાની બાધા માનતા પરિપૂર્ણ થતા પ્રથમ મેળાના દિવસે પોતાના ઘરેથી પીપળના પાન ઉપર દીવા થી દીવાના દર્શન થાય તે રીતે દીવા મુકતા મુકતા શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે પોતાની બાધા માનતા પરિપૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી.
રેવડીયા મેળા તરીકે પ્રચલિત ભગવાન શ્રી પદમનાભજીના સપ્ત રાત્રી મેળાના પ્રારંભના પ્રથમ દિવસે પાટણ નગર પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, સમાજના આગેવાન શાંતિભાઈ સ્વામી, નરેન્દ્ર ભાઈ દલવાડી, યશપાલભાઈ સ્વામી, ખન્નાભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ, તેમજ પ્રજાપતિ સમાજના કોર્પોરેટરો અને સમાજ આગેવાનો અને યુવાનો સહિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ ભાઈ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ સ્વામી, પ્રમોદ ભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સ્વામી, ભગવાનદાસ સ્વામી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી પદ્મનાભજી ની જયોત સ્વરૂપે નિકળતી રવાડી ના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે મેળાને અનુલક્ષીને મનોરંજન ના સાધનો સહિત ખાણીપીણી ના સ્ટોલ પણ કાયૅરત કરવામાં આવ્યાં છે.
અહેવાલ યશપાલ સ્વામી