fbpx

કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ના પાક ને થયેલ નુકસાની નો સર્વે હાથ ધરી વળતર ચૂકવવા અંગે પાટણ સાંસદ અને ધારાસભ્ય દ્વારા સરકારને પત્ર લખાયો….

Date:

પાટણ તા. ૩
હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરતા તા.૨ માચૅ ના રોજ પાટણ શહેર સહિત વિધાનસભા, લોક સભા વિસ્તારમાં થયેલ કમોસમી વરસાદ થી ખેતરો તૈયાર થયેલ ઉભા પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન બાબતે તાત્કાલિક સવૅ કરાવી ખેડૂતો ના નુકસાન નું તાત્કાલિક વળતર ચુકવવા પાટણ સાંસદ દ્રારા મુખ્યમંત્રી ને અને પાટણ ધારાસભ્ય દ્રારા કૃષિ અને પશુપાલન મંત્રી ને પત્ર લખી રજુઆત કરી હોવા નું જાણવા મળ્યું છે.

પાટણ સાંસદ અને ધારાસભ્ય દ્રારા પત્ર દ્રારા કરેલી રજુઆત મા જણાવ્યું છે કે કમોસમી પડેલ વરસાદ ના કારણે ખેડૂતોએ મોંઘા ભાવ ના જીરૂ, વરીયાળી, ઘોડાજીરૂ (ઈસબગુલ), તમાકું, ધાણા,સવા, ઘઉં, રાયડુ, એરંડા, કપાસ,શાકભાજી તેમજ અન્ય પાકોના બિયારણ લાવી વાવેતર કરેલ હતું . ખેડૂતો ના પાકને તેમજ લોકસભા અને સંસદીય મત વિસ્તારની તાલુકા મથકની એ.પી.એમ.સી માં બહાર પડેલ માલ વરસાદ થી પલડી જતા વેપારીઓને, ખેડૂતો ને કમોસમી વરસાદ થી ભારે નુકસાન થયેલ છે.

તેમજ આગામી આગાહી અને વાતાવરણ જોતા હજુ વધુ વરસાદ થાય તેમ શક્યતા છે.તો ખેડૂતો તથા વેપારીઓને થયેલ નુકશાનનું ઝડપથી સર્વે કરીને વળતર ચૂકવાય તેવી રજુઆત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્રારા મુખ્યમંત્રી ને તેમજ પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ ને પત્ર મા કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ની ધાણોધરડાના વિકાસ વિદ્યાલયમાં મફત ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 2 ચાણસ્મા ના ધાણોધરડા વિકાસ વિદ્યાલયના તમામ...

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે 18 ગાય અને 3 આખલા ઓના દિવેલા નો કુણો ઘાસચારો ખાતા મોત નિપજ્યા..

સાતલપુર તાલુકાના ધોકાવાડા ગામે 18 ગાય અને 3 આખલા ઓના દિવેલા નો કુણો ઘાસચારો ખાતા મોત નિપજ્યા.. ~ #369News