પાટણ તા. ૫
દરેક વ્યક્તિ એ પોતાની અમૂલ્ય જીદગી કેવી રીતે જીવવી તે પોતાના પર નિર્ભર હોય છે. વર્તમાન સમય માં અનેક લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાનું જીવન અમૂલ્ય બનાવતા હોય છે ત્યારે આવાજ એક સેવાભાવી વ્યકિતત્વ ધરાવતા અને માનવ સેવા પરમોધર્મ ના ઉદેશ સાથે સેવાક્રિય પ્રવૃત્તિ કરી રહેલા પાટણ જિલ્લાના હારીજ તાલુકા ના અડીયા ગામ ના વતની નવ યુવાન ઉદાજી સરતાનજી ઠાકોર જાલેરા (ઉદય જાલેરા) એ પોતાની સેવા પ્રવૃત્તિ ને વેગ મળે તેવા શુભ ઉદેશ સાથે આગામી પાટણ લોક સભા ની બેઠક પર કોગ્રેસના ઉમેદવાર તરીકે ની દાવેદારી નોધાવી ટીકીટ ની માગણી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ઉદાજી સરતાનજી ઠાકોર હાલમાં શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ પાટણ ના પ્રમુખ અને હારીજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે સેવાઓ આપી રહ્યા હોવાની સાથે ઘણા સમય થી વિવિધ સેવાક્રિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેઓએ કોરોના ની મહામારી ના સમયે જ્યારે લોકો ઘર ની બહાર પણ નીકળી શક્યા ન હતા તે સમય તેઓએ પોતાના આરોગ્ય ની ચિતા કયૉ વીના જરૂરિયાતમંદ લોકો માટે ૩૦૦ જેટલી બ્લડ બોટલ પ્લાઝમાં દાતાઓ પાસેથી એકત્ર કરી કોરોના વોરિયર્સ તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં પણ પોતાના જન્મ દિવસ પર ખોટા ખર્ચ કર્યા વિના સમાજ માં એક સારો દાખલો બેસે તે માટે પાટણ ખાતે આવેલ એચ.કે.વોલીનેટરી બ્લડ બેંક ખાતે ઉત્સાહી યુવાનમિત્રો ને સાથે રાખી ૩૩ બોટલ બ્લડ ડોનેટ કરાવતા તેઓની આ સેવાકીય પ્રવૃતિને સૌએ સરાહનીય લેખાવી હતી.
ઉદય જાલેરા ઠાકોર દ્વારા ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ને ઇમરજન્સી બ્લડ ની જરૂરિયાત હોય ત્યારે ખડે પગે ઉભા રહી બ્લડ ની સુવિધા ઉપલબ્ધ કરી આપી પોતાનું જીવન સેવાકીય પ્રવૃત્તિ સાથે અન્ય લોકો ને પણ મદદ રૂપ બની સમાજ માં પ્રેરણા દાયક કામગીરી કરી રહ્યા હોય પાટણ લોકસભા બેઠક પર તેઓને કોગ્રેસ પાર્ટી દ્વારા ચુટણી લગાવવામાં આવે તેવો સુર પાટણ લોકસભા વિસ્તારના મતદારોમાં ઉઠવા પામ્યો છે.
અહેવાલ યશપાલ સ્વામી