fbpx

જીકાસ પોર્ટલ પર પ્રવેશની ઓનલાઇન કામગીરી સાથે યુનિવર્સિટી દ્વારા બે દિવસ માં ૮ પરીણામ જાહેર કરાયા..

Date:

પાટણ તા. ૨
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જીકાસ પોર્ટલ પર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પ્રવેશની ઓનલાઇન કામગીરી ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને છેલ્લા બે દિવસમાં ૮ જેટલા મોટા રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ
ક્રમોમાં પ્રવેશ મેળવી શકે.

હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટીન કુલપતિ પ્રો. કે.સી. પોરીયાએ હાલમાં ગુજરાત કોમનયુનિવર્સિટી એક અંતર્ગત જીકાસ પોર્ટલ મારફતે ઓનલાઇન પ્રવેશ કામગીરી ચાલી રહી છે – ત્યારે વિદ્યાર્થીઓના પરિણામો ઝડપથી બહાર પડે તે બાબત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષા વિભાગને સજજ બનાવી પરિણામો ઝડપથી બહાર પાડવામાં આવ્યા છે.

એક મુલાકાતમાં કુલપતિએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં જ બી કોમ બીએસસી સહિતના આઠ જેટલા મોટા રીઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર ૧ નું ૮૭.૫૮ ટકા પરિણામ બહાર પડાયું છે આ ઉપરાંત bsc સેમેસ્ટર- ૬ નું ૮૮.૨૮% bca સેમેસ્ટર-૧નું ૭૪.૭૮% બીએસડબલ્યુ સેમેસ્ટર- ૧નું ૯૩.૭૧%, બીબીએ સેમેસ્ટર-૧નું ૪૨.૮૬% તેમજ બીએબીએડ સેમેસ્ટર-૬નું ૯૨.૮૬% અને સેમેસ્ટર- ૮ નું ૯૦.૨૪% પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટનું પરિણામ પણ જાહેર કરી દેવાયેલ છે.

કુલપતિ સાથેની વાતચીતમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કડી કોલેજના બી.વોકના પ્રવેશના મુદ્દે એક કમિટીની રચના કરાઈ છે જ્યારે આગામી સમય
માં યુનિવર્સિટી સંલગ્ન અન્ય સર્ટિફિકેટ કોર્સનો વિદ્યાર્થી ઓને લાભ મળી શકે તે માટે એક એસ ઓ પી એક્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો હોવા નું તેમણે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર માર્કેટ યાર્ડ ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક યોજાઈ..

આવનાર દિવસોમાં યોજાનાર ભારત જોડો યાત્રા-૨ તેમજ હાથ સે...

સાતલપુર ના પીપરાળા ગામના પ્રભુ ભગત ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસે પરત આવતા ભવ્ય સામૈયું કરાયું…

પાટણ તા. ૧૨પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ...

પાટણ નગર પાલિકા ની સ્વચ્છતા શાખાની કામગીરી સુધડ બનાવવા નવીન પીકઅપ બોલેરો ગાડી ફાળવાઈ..

નવીન પીકઅપ બોલેરો ગાડી ની પાલિકા પ્રમુખ સહિતના સતાધીશોએ...

ભાજપ દ્રારા દુનાવાડા ગામે મતદાતા ચેતના અભિયાન નો પ્રારંભ કરાવતાં જિલ્લા ભાજપ પ્રમુખ…

પાટણ તા. 26 મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમ અંતર્ગત હારીજ...