fbpx

સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચારને પગલે પાટણ વિધાર્થી સંગઠન ખફા..

Date:

પાટણ તા. ૫
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારોની સામે ગુજરાત ભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મંગળવારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત પાટણ જિલ્લાઓમાં વિધાર્થી સંગઠનના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત ગુનેગારો દ્વારા મહિલાઓ સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધોના આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી આ મહિલાઓને ન્યાય અપાવવા માટે રેલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં TMCના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં વિધાર્થી સંગઠન દ્વારા અલગ-અલગ સ્થળોએ વિરોધ કરી રહ્યું હતું. ત્યારે પાટણ માં પણ વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના વહીવટી ભવન બહાર પણ વિધાર્થી સંગઠન દ્વારા સુત્રોચાર કરી ધટનાને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિના મૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ ના નવતર અભિયાન માં 550 મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું..

ગરીબ બહેનોને વિનામૂલ્યે તાલીમની સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે...

ચાણસ્મા તાલુકાના ચવેલી ગામના ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ મેળવી..

પાટણ તા. ૬પાટણના ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે ખેડૂતો માટે...

નારી શક્તિ વંદન અધિનિયમ-2023 ને મંજૂરી મળતા તાલુકા ભાજપ દ્રારા નારી શક્તિ નું મો મીઠું કરાવ્યું.

પાટણ તા. 21 લોકસભામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા...