આંગણવાડીની બહેનોએ પોતાની ચાર જરૂરી માંગો તાત્કાલિક ધોરણે સંતોષવા રજૂઆત કરી..
કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી આંગણવાડી ની બહેનોએ ધરણા યોજી સૂત્રોચાર કર્યા..
પાટણ તા. 26
આંગણવાડીના પ્રશ્નોને લઈને બુધવારના રોજ પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા બુધવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા વર્ષો જૂની પોતાની ચાર પડતર માંગણીઓ પૈકી લઘુતમ વેતન, સામાજિક સુરક્ષા, ટેકા પ્રથા બંધ કરવી તેમજ આર્થિક વિકાસની માંગ સાથે આંગણવાડીની મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચાર કરી ધરણા યોજી આવેદનપત્ર સુપ્રત કરી ઉપરોક્ત પોતાની ચાર માંગોને સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આયોજિત કરાયેલા આવેદનપત્ર અને ધરણા તેમજ પ્રદર્શનના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો જોડાઈ હતી.