પાલિકા ના બજેટને પાટણ ના વિકાસ નું બજેટ ગણાવતાં પાલિકા પ્રમુખ તો વિપક્ષે બજેટને આભાસી બજેટ ગણાવ્યું.
પાટણ તા. 7
પાટણ નગર સેવા સદન ખાતે ગુરૂવારના રોજ સને 2023-24 નું સુધારેલું પુરવણી બજેટ તેમજ સને 2024-25 નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રને વિરોધ પક્ષે આભાસી અંદાજપત્ર ગણાવી પોતાનો વિરોધ નોંધાવતા સત્તાધારી પક્ષના સભ્યોએ બહુમતીના જોરે વર્ષ 2024-25 નું રૂ. 7.16 કરોડની પુરાત વાળા અંદાજપત્રને સર્વાનુંમતે મંજુર કરવામાં આવ્યું હતું.
પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના 42 જેટલા વિકાસકામો અને વધારાના 18 કામો મળી કુલ 60 વિકાસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જે વિકાસ કામોમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટો, સફાઈ સહિતના કામોને સર્વાનુંમતે મંજુર કરાયા હતા.
તો વર્ષ 2024-25 ના ખાધવાળા બજેટને કારોબારી બેઠકમાં રજૂ કરી ખાધને સરભર કરી રૂ. 7.16 કરોડ નું પુરાંતવાળું વર્ષ 2024-25 નું અંદાજપત્ર કારોબારી બેઠકમાં રજૂ કરાતા વિરોધ પક્ષના વિરોધ વચ્ચે સત્તા ધારી પક્ષે બહુમતીના જોરે અંદાજપત્રને મંજુર કર્યું હતું.પાટણ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભા માં વિપક્ષના નગરસેવક અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા માં કેટલાક કામો વહીવટી કાર્યવાહીથી આવતા ન હોય છતાં તેવા કામોને બોર્ડમાં ચડાવી મંજુર કરવામાં આવે છે અને આ બાબતે કોઈપણ સભાસદ કે નથી શાખા અધિકારીની અરજી ન હોવા છતાં પણ આવા કામોને મંજુર કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા
અને તેઓએ વધુમાં કોઈપણ કામના આવતા કોટેશનમાં કોન્ટ્રાક્ટરના સહી સિક્કા કે તારીખ પણ ઉલ્લેખ કરાતો ન હોવાના તેઓએ ગંભીર આક્ષેપો સત્તાધારી પક્ષ સામે ઉઠાવ્યા હતા તો પાટણના વિકાસમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અંદાજિત રૂપિયા 65 લાખ ફાળવવામાં આવ્યા હોય જ્યારે ભાજપના સાંસદ દ્વારા ફક્ત રૂપિયા 25 લાખ જ ફાળવ્યા હોવાના પણ આક્ષેપો તેઓએ કર્યા હતા
તો વર્ષ 2024-25 ના અંદાજપત્રને આભાસી અંદાજપત્ર દર્શાવી વિરોધ પક્ષનો વાંધો નોંધાવ્યો હતો તો કારોબારીમાં રજૂ થયેલા એજન્ડા પરના 42 અને વધારાના 18 મળી કુલ 60 પ્રશ્નો પૈકી 9 વિરોધ પક્ષે વાંધો નોંધાવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર એ સામાન્ય સભામાં રજૂ થયેલા અંદાજપત્રને શહેરના વિકાસ માટેનો અંદાજપત્ર લેખાવ્યુ હતું. તો શહેરના રિગ રોડ બાબતે મુખ્યમંત્રી ને કરેલ રજુઆત બાબતે પણ હકારાત્મક જવાબ પ્રાપ્ત થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી