fbpx

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

Date:

પાટણ તા. ૯
ગુજરાત સરકારે પબ્લિક યુનિવર્સિટી એક્ટ ૨૦૨૩ લાગુ કરાયા બાદ પાટણ ની હેમ.ઉ.ગુ.યુનિવર્સિટીએ પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની રચના કરી છે જેની પ્રથમ બેઠક શનિવારે યુનિવર્સિટી ખાતે મળેલ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટ નો સ્વીકાર કરવામાં આવેલ છે તથા આ સ્ટેચ્યુ ટ્સ માં જરૂરી સુધારા વધારા કરવા માટે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ ની જોગવાઈ અનુસાર કમિટી ની રચના કરવામાં પણ આવી છે જે દસ દિવસમાં જરૂરી સૂચનો સાથેનો અહેવાલ યુનિવર્સિટીમાં સુપ્રત કરશે.

આ સમિતિમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે હિરેનભાઈ પટેલ, ડીન વિભાગના પ્રતિનિધિ તરીકે પ્રિ.ડો.આર.એન દેસાઈ,યુનિ.વિભાગના અધ્યાપક તરીકે પ્રો. એસ.એ.ભટ્ટ, સંલગ્ન કોલેજોના પ્રતિ નિધિ ડો. દિનેશકુમાર એસ ચારણ અને સભ્ય સચિવ તરીકે ડો.કમલ મોઢની નિયુક્તિ કરવામાં આવી છે. આ સમિતિ યુનિફોર્મ મોડેલ સ્ટેચ્યુટમાં સુધારા-વધારા અંગે ૧૦ દિવસમાં અહેવાલ બનાવી સુપ્રત કરશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં આયોજિત શિવકથાની યજમાન પરિવારોના નિવાસસ્થાનેથી ભક્તિ સભર માહોલમાં પોથીયાત્રા નિકળી..

પાટણમાં આયોજિત શિવકથાની યજમાન પરિવારોના નિવાસસ્થાનેથી ભક્તિ સભર માહોલમાં પોથીયાત્રા નિકળી.. ~ #369News