રોટરી કલબ પાટણ અને એ- સ્કેવર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત વ્યાખ્યાન માળાનો પાટણ ના પ્રબુદ્ધો એ લાભ લીધો..
પાટણ તા. ૯
રોટરી ક્લબ ઓફ પાટણ તથા પ્રાઈડ ઓફ પાટણ એવા એ-સ્ક્વેર દ્વારા ધ લો ઓફ અંડરસ્ટેન્ડીંગ વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા ગૌરાંગ મિસ્ત્રી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ઈમેજ કન્સલ્ટન્ટના ફાઉન્ડર દ્વારા લાગણી, તર્ક, વિષય, વ્યવસાય અને સ્વાસ્થ્ય ને કઈ રીતે પ્રાધાન્ય આપીને જીવન વધુ સારી રીતે વ્યતીત કરી શકાય તેનું સચોટ માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
તદુપરાંત પાટણ સિદ્ધપુર રોડ પર વિકસતા વિસ્તારના પ્રાઈમ લોકેશન પર આવેલ એ-સ્ક્વેર માટે જણાવેલ કે ખુબ સાનુકૂળ વાતાવરણમાં વ્યવસાયના વિકાસને નવી દિશા આપવાં એ-સ્ક્વેર આધુનિક સમયની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સફળતાના શિખરોનું સરનામું છે. આ અદ્યતન સંકુલ પાટણ શહેરને અસાધારણ મૂલ્ય પહોંચાડવા, વ્યવસાયો માટે વધુ સુગમતા પ્રદાન કરવા માટે રચાયેલ છે. જે સંકુલમાં ભારતની ૧૪૦ જેટલી સારી સારી બ્રાન્ડને આવકારેલ છે. હોટલ, બેન્કવેટ, રેસ્ટોરન્ટ, ગેમીંગ
ઝોન, ફૂડ ઝોન, કોન્પ્લેક્સ નામનું અત્યાધુનિક સિનેમા તથા વન સેન્ટર ટુંક સમયમાં ચાલુ થઈ રહ્યું છે. જેની માહિતી asquarerealty.co.in પર જોવા મળે છે.
આ પ્રસંગે પાટણ નગરપાલિકા પુર્વ પ્રમુખ હેમંતભાઇ તન્ના , આઇ એમ એ પ્રેસિડેન્ટ અને શ્ર્લોક હોસ્પિટલ ધરાવતા ડો. નિલેશભાઇ પટેલ, ગુજરાત આયુર્વેદ બોર્ડના પૂર્વ સભ્ય ડો. વિપુલ મોદી ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં રોટરી પ્રમુખ ઝુઝારસિંહ સોઢાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ પાટણ જ્યારે સેવા ક્ષેત્રે ૫૦ વર્ષ પુરા કરે છે ત્યારે આવનારા સમય મા રોટરી વધુ કટિબદ્ધતા સાથે સમાજ સેવા મા આગળ આવવા જઇ રહી છે રોટરી ના પ્રોજેક્ટ ચેરમેન વિનોદ જોશી, સેક્રેટરી વિનોદ સુથાર, અશ્વિનભાઇ જોશી, ડો. પરિમલ જાની, સહીત રોટેરિયન મિત્રો અને પિયુષભાઈ આચાર્ય, જયેશ દરજી, વર્ષાબેન પ્રજાપતિ સહિત પાટણના અગ્રણી સાથે એ-સ્ક્વેર ની ટીમ ના અમરુતભાઇ પટેલ, બીજલભાઇ , ચિરાગ શાહ ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ નુ સંચાલન કલબ ટ્રેનર ડો. બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.