fbpx

પાટણમાં રૂ.7.12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું..

Date:

પાટણ તા. 8
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના સિદ્ધિ સરોવરની નજીક રૂ. 7.12 કરોડના ખર્ચે તૈયાર થનારા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન નું ખાતમુહૂર્ત રવિવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના સંયોજક કે.સી.પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં પાટણ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા રૂ. 7.12 કરોડના ખર્ચે તૈયાર થનાર જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન ના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કે સી પટેલે જણાવ્યું હતું

કે જિલ્લા કક્ષાના નિર્માણ પામનાર આ ફાયર સ્ટેશન ના કારણે આખા જિલ્લા ની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની આકસ્મિક આગ લાગવાના પ્રસંગો બને ત્યારે એ આગ ઓલવવા માટે આ ફાયર સ્ટેશન મા ઉપલબ્ધ બનનારા અગ્નિ સામક સાધનો ખુબ ઉપકારક બનશે તેવું જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા સિદ્ધિ સરોવર નજીક 100 × 50 ચોરસ મીટર મા આકાર પામનાર જિલ્લા કક્ષાનું અધતન સાધન સુવિધા સાથેનું ફાયર સ્ટેશન સવા વર્ષની અંદર તૈયાર કરવામાં આવશે તેવું જય કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દિલીપ પટેલે જણાવ્યું હતું.

પાટણ ખાતે રવિવારે આયોજિત કરાયેલા જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કે. સી. પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ સહિત કોર્પોરેટર મનોજ પટેલ, દેવચંદભાઈ પટેલ, હેમત તન્ના સહિતના નગરસેવકો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત  રહ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3 કર્મચારી મંડળના પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરાઈ

પાટણ જિલ્લા પંચાયત વર્ગ 3 કર્મચારી મંડળના પ્રમુખ સહિતના...

યુનિવર્સિટીના નવા કુલપતિ ની નિમણૂક માટેની યુનિવર્સિટી દ્રારા પ્રક્રિયા હાથ ધરાઈ..

લાયકાત ધરાવતા ઉમેદવારો તા.19 ઓકટોબર સુધી અરજી કરી શકશે.. હાલ...

પાટણ અને સિધ્ધપુર નગર પાલિકાને સ્પર્શતા પ્રશ્નોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામા આવી..

ગામતળનાં રસ્તા પહોળા કરવા લાઇન દોરીના અમલ સહિતની મહત્વની...

પાટણ માં નજીવી બાબત માં યુવક ની ઘાતકી હત્યા કરી દેવામાં આવી

પાર્લર પર વસ્તુ લેવા ગયેલ યુવક ને અન્ય યુવક...