google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સાયન્સ સેન્ટર માં ત્રિદિવસીય યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતગૅત લોકોને જાગૃત કરાયા…

Date:

પાટણ તા. ૧૦
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને ધ્યાનમાં રાખી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટ પાટણ ના સહયોગ થી ત્રિદિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

તા. 8 મી માચૅ થી તા. 10 મી માર્ચ 2024 દરમિયાન મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણાદાયી સંદેશા સાથેનું એર બલૂન સ્થાપિત કરવામાં આવ્યું હતું. સરસ્વતી તાલુકાનાં મામલતદાર કે.કે. રાણાવસીયા અને સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી અન્ય મહાનુભાવો સાથે મળીને આ મતદાન જાગૃતિ કાર્યક્રમ ની શરૂઆત એર બલૂનને ઉડાડીને કરી હતી.

આ કાર્યક્રમને કારણે હજારોની સંખ્યામાં સાયન્સ સેન્ટરની મુલાકાતે આવતી જાહેર જનતા તેમના મત આપવા માટે પ્રેરિત થયા હતા. સરસ્વતી તાલુકા ના સ્ટાફ અને જાહેર જનતા આ કેમ્પેઈન માં જોડાયા હતા.

ડો.સુમિત શાસ્ત્રી જણાવ્યુ કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા મતદારો પોતાનો મતા ધિકાર નો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે “મારી માતા, દેશ ની ભાગ્યવિધાતા” કેમ્પેઈન જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવા માં આવ્યું છે. તમામ મતદારોને લોક શાહી ના આ મહાન પર્વમાં ઉત્સાહ અને ઉમંગ સાથે તમારો મત આપવા વિનંતી કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

આદર્શ મતદાન મથકો પર બાળકો માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

મતદારોને મતદાન આપવા મુશ્કેલી ન પડે તે માટે પાટણ...