fbpx

સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ખેતરમાં લીમડાના ઝાડે ગળેફાંસો ખાધેલી હાલતમાં આધેડ ની લાશ મળી…

Date:

પાટણ તા. ૧૭
પાટણના સરસ્વતી તાલુકા ના કાનોસણ ગામે આવેલ ખેતરમા લીમડાના ઝાડે ગળે ખાસો ખાધેલી હાલતમાં 55 વર્ષીય આધેડની લાશ મળી આવતા નાના એવા કનોસણ ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. તો બનાવની જાણ પોલીસને થતા ડી વાય એસ પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાસ નું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે લાશને હોસ્પિટલ ખાતે મોકલી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે વાગડોદ પોલીસ મથકે નોંધાયેલી એડી ની ફરિયાદ આધારે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ખેતરમાં લીમડા ના ઝાડ પર કોઈ આધેડ ઈસમની શુક્રવારે ગળે ફાંસો ખાધેલી હાલત માં લાશ લટકતી હોવાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી તેની ઓળખ વિધિ કરતાં મૃતક આધેડ કાનોસણ ગામનો તેજાજી અજમલજી ઠાકોર ઉમર વર્ષ 55 હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે મૃતક ના પત્ની સહિત પરિવારજનોને પોલીસે જાણ કરાતા પરિવારજનો માં ગમગીની છવાઈ જવા પામી હતી.

આધેડના મોત અંગે ઘૂંટાતા રહસ્યને ઉકેલવા વાગડોદ પોલીસ કાફલા સાથે ડીવાયએસપી અને મામલતદાર એ પણ ઘટના સ્થળે પહોંચી મૃતક
આધેડની પત્નીની ફરિયાદ આધારે એડી દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

તો આ બનાવની આગળ ની તપાસ એફએસએલ ની ટીમ તેમજ વાગડોદ પીએસઆઇ બોડાણા કરી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. સરસ્વતી તાલુકાના નાના એવા કાનોસણ ગામના ખેતરમાં ઠાકોર પરિવારના આધેડની લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાય કરાયેલી આત્મહત્યા ની ઘટના ને પગલે સનસનાટી મચી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી વ્યાકરણનો સેમીનાર યોજવામાં આવ્યો

પાટણ તા. 30 પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં...

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ..

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ.. ~ #369News

પાલિકા પ્રમુખ ની સૂચના ને લઇ કર્મચારીઓ દ્વારા શહેર ની વિવિધ કેનાલોની સાફ-સફાઈ કરવામાં આવી..

પાલિકા પ્રમુખ ની સૂચનાઓનું અનુકરણ કરતા કમૅચારીઓની કામગીરી શહેરીજનોમાં...