google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રોટરી ક્લબ ઓફ પાટણની સ્થાપના ને 50 વર્ષ પૂર્ણ થતા એપીએમસી ના મજૂરોને સાફી અને પાણીની બોટલો ભેટ અપાઈ..

Date:

પાટણ તા. ૧૫
રોટરી ક્લબ ઓફ પાટણની સ્થાપના ને 50 વર્ષની લાંબી સફર પૂર્ણ કરીને 51મા વર્ષમાં પ્રવેશ કરતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબઓફ પાટણ પરિવાર દ્વારા પાટણ APMC ના 600 જેટલા શ્રમયોગીઓ માટે સાફીઓ (ખેસ) અને પીવાના પાણીની બોટલો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાટણ APMC ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, રોટરી પ્રમુખ ઝુઝારસિહ સોઢા, મંત્રી વિનોદભાઈ સુથાર અને સેવાભાવી યુવા આગેવાન કમલેશભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીAPMC ના સાચા હીરા એવા શ્રમયોગીઓને સન્માનિત કયૉ હતાં.

આ પ્રસંગે રોટરી પ્રમુખ ઝુઝારસિહ સોઢા એ જણાવ્યું હતું કે, સાચા સન્માનના હકદાર એપીએમસી મા કામ કરતાં મજુરો છે કે જેઓ ઠંડી,ગરમી કે ચોમાસા ની સિઝનમાં પણ સાચી કર્મઠ મહેનત કરીને પરસેવાથી તરબોળ થઈને પોતાનાં કર્મ ને જ પૂજા માની કામ કરે છે અને એટલે જ રોટરી કલબ આવા મજુરો નું સન્માન કરી ગૌરવ ની લાગણી અનુભવે છે. આ પ્રસંગે એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલે પણ રોટરી ક્લબ ઓફ પાટણની આ સેવા પ્રવૃત્તિ ને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું..

હવામાન ખાતા દ્વારા આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે પવન અને વરસાદની આગાહીના પગલે પાલિકા તંત્ર સાબદુ બન્યું.. ~

પાટણ નગરપાલીકા ના તઘલતી નિર્ણયો ભાજપ અને સરકાર ની પ્રતિષ્ઠાને હાની પહોચાડશે…

સાગોટાની શેરીના લક્ષ્મી નારાયણ મંદિર ની જગ્યા ઉપર દબાણ...