fbpx

પાટણ નગરપાલીકા ના તઘલતી નિર્ણયો ભાજપ અને સરકાર ની પ્રતિષ્ઠાને હાની પહોચાડશે…

Date:

સાગોટાની શેરીના લક્ષ્મી નારાયણ મંદિર ની જગ્યા ઉપર દબાણ દુર કરવાને બદલે દબાણ નિયમિત કરી આપવાની પરવાનગી આપતું પાલિકા તંત્ર..

પાટણ તા. ૧૫
પાટણ નગરપાલિકા દિન પ્રતિદિન જનહિત વિરૂધ્ધ ના નિર્ણયો થી વિવાદીત બની રહી છે જેમાં એક વધુ ગુન્હા હિત ક્રુત્ય કે જે ધાર્મિક જગ્યા ઉપર ના દબાણ દુર કરવા કાર્યવાહી કરવાને બદલે કોઇ ખાસ હેતુ ના લાભો માટે તે દબાણદાર દબાણ ઉપર હક્કદાર બની જાય તેવા હેતુ થી દબાણ ની જગ્યા ઉપર બાંધકામ કરવાની પરવાનગી આપી દેતા લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર ની બાબત ઉભી થવા પામેલ છે.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણ ના સાગોટા ની શેરી માં આવેલ ૨૦૦ વર્ષ થી વધારે પ્રાચિન લક્ષ્મી નારાયણ મંદિર કે જેનો સર્વ નંબર ૧૦૧ છે અને તેની બાજુના સર્વ નંબર ૧૦૨ છે તેને મંદિર ની જગ્યા માં દબાણ કરેલ છે તે દબાણ દુર કરવા ના બદલે પાટણ નગરપાલિકા માં બેઠેલા બાબુઓએ પોતાના સ્વાર્થ ખાતર દબાણ કરનાર ને દબાણ કાયમી બની જાય તેવા હેતુ થી નવિન બાંધકામ ની મંજુરી આપી દેતા ભાવિક ભકતો માં ભારે રોષ ની લાગણી જોવા મળી છે.

સરકાર અને ભાજપ ને બદનામ કરનાર એ ગુન્હાહિત ક્રુત્ય અંગે જવાબદાર તંત્ર પગલા ભરી લક્ષ્મીનારાયણ મંદિર માં થયેલ દબાણ ને દુર નહી કરે તો કાયદો અને વ્યવસ્થા સુલેહ શાંતિ ના ભંગ ની પુરી દહેશત છે નવાઇ અને આઘાત જનક બાબત એ છે કે,ધાર્મિક મંદિર માં દબાણ કરનાર ને મદદ કરનાર જવાબદારો મફ્ત કામ કરી ન આપે એટલે દબાણકર્તા પત્રમ્ પુષ્પમ માં સક્ષમ હોઇ બની શકે છે કે કોઇ ખાસ હેતુસર દબાણ દુર કરવાના બદલે દબાણ નિયમિત થાય એવુ ક્રુત્ય કરેલ છે જે પાટણ ની શાંતિ ને હણનાર સાબિત થઇ શકે છે.

અહેવાલ યશપાલ સામે સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સલામત સવારી એસટી અમારી ના સુત્ર ને ખોટો સાબિત કરતી ધટના માં રાધનપુર એસ ટી ચાલકે જ રાહદારી ને કચડ્યો..

મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા લારીનો ઉપયોગ કરાતા...

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની પ્રેરણાથી દેહદાન નો સંકલ્પ કરતાં હેમચંદભાઈ પટેલ..

પાટણ તા. ૧૭ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા...

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો..

પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન નો સ્નેહ મિલન અને વડિલ વંદના કાર્યક્રમ યોજાયો.. ~ #369News