fbpx

પાટણ જિલ્લા પુસ્તકાલય અને પોલીસ કવાટસૅ વિસ્તારમાં મચ્છર જન્ય રોગચાળાને નાથવા પાલિકા દ્વારા ફોગીગ મશીન વડે દવાનો છંટકાવ કરાયો..

Date:

શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારમાં પણ ફોગીગ મશીન વડે દવાનો છંટકાવ કરવા શહેરીજનોની માંગ…

પાટણ તા. 2
છેલ્લા એકાદ મહિનાથી પાટણ શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય જીવજંતુઓના ઉપદ્રવ વધવાના કારણે રોગચાળો વધ્યો હોય ડેન્ગ્યુ મેલેરિયાના કેસો થી ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાયેલી જોવા મળી રહી છે.

તો પાટણ સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનામાં તાવ, શરદી, ખાસી ના 3000 થી વધુ દર્દીઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય જીવજંતુ
ઓના કારણે વધતા જતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોને લઈ પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા પણ આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારો
ની સ્વચ્છતા બાબતે સજાગ બની દવાના છંટકાવ સાથે ફોગિંગ મશીન ફેરવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકા દ્વારા શહેર
ના પારેવા સર્કલ નજીક આવેલી સરકારી પુસ્તકા
લય કે જે જગ્યાએ સવારથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પાટણની વાંચન પ્રિય પ્રજા મોટી સંખ્યામાં આવતી હોય જેઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના કર્મચારીઓ દ્વારા ફોગિંગ મશીન થી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે સાથે પોલીસ કવાટસૅ વિસ્તાર માં પણ ફોગીગ મશીન વડે દવાનો છંટકાવ કરાયો હોવાનું પાલિકાના એસ આઈ મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું.

પાટણ શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં પણ પાલિકા દ્વારા ફોગીગ મશીન થી દવા નો છંટકાવ કરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં પ્રબળ બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના આનંદ સરોવરને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતુ અટકાવાશે…

વોટર વર્કસ શાખાના બે કામોના ટેન્ડરો ખોલાયા તો ત્રણ...

ચાણસ્મા હોમગાર્ડઝ સભ્ય ના અવસાન બદલહોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી રૂ.૧.૫૫ લાખનો ચેક સભ્ય પરિવાર ને અપૅણ કરાયો..

પાટણ તા. ૨૪ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્ય સ્વ.મહેન્દ્રભાઈ...