fbpx

સરકાર ની ગાઈડ લાઈન મુજબ રથયાત્રા સમયસર સંપન્ન બને તે માટે ભાવિક ભકતોને પુજા-અચૅના રથ નીચે ઉભા રહીને કરવી પડશે…

Date:

પાટણ તા. 26
પાટણ શહેરમાંથી નીકળનારી ગુજરાતના બીજા નંબરની અને ભારતની ત્રીજા નંબરની ગણાતી ભગવાન શ્રી જગન્નાથજીની 142 મી રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સાથે રથયાત્રા સમિતિના સેવાભાવી યુવા કાર્યકરો દ્વારા રથયાત્રાને ભવ્યાતી ભવ્ય બનાવવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ચાલુ સાલે સરકારની ગાઈડ લાઈન મુજબ રથયાત્રા સમયસર સંપન્ન બને તે માટે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના માટે કોઈ પણ ભકતને રથ પર ચડવા નહીં દેવા માટે સરકારની આ ગાઈડ લાઈનના પાલન માટેનો નિણૅય કરવામાં આવ્યો હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

તો ચાલું સાલે નીકળનારી ભગવાન જગન્નાથની 142 ની રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની રથ યાત્રામાં ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ચાંદી મઢીત ત્રણ રથો,15 બગી ,6 ઉંટલારી, 5 ઘોડા, 5 બળદગાડા,8 ડી.જે.,10 જેટલી વિવિધ શાળાનાં બાળકોની વેશભૂષાવાળી ઝાંખીઓ, 4 આયસર ટ્રકો,10 પ્રસાદનાં ટ્રેકટરોનો રસાલો જોડાશે. જયારે રથયાત્રાનાં રૂટ પર 80 ઉપરાંત સેવા કેમ્પો, 100 જેટલા નાના મોટા વાહનો પણ જોડાશે.અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા શ્રધ્ધાળુઓની જનમેદની ભગવાન જગન્નાથજી ની 142 મી રથયાત્રા મા જોડાશે.

તો ચાલુ સાલે રથયાત્રામાં અમદાવાદના કલાકારો સાથે લાઈનરી વિથ લાઇવ ડીજે દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર હોવાનું પણ મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

કર્મભૂમિ સોસાયટી નજીક વરસાદી પાણી ના નિકાલ માટે બનાવેલ સ્ટ્રોંમ વોટર કુંડીઓ સામાન્ય વરસાદ મા ધોવાઈ..

કર્મભૂમિ સોસાયટી નજીક વરસાદી પાણી ના નિકાલ માટે બનાવેલ સ્ટ્રોંમ વોટર કુંડીઓ સામાન્ય વરસાદ મા ધોવાઈ.. ~ #369News