fbpx

પાટણની શેઠશ્રી એન.જી. પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો…

Date:

પાટણ તા. ૨૧
પાટણની શેઠ નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમ. એન.પ્રાથમિક શાળામાં
વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે સવારે ૦૬:૩૦ કલાકે શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત યોગના તજજ્ઞ ,તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા પરિવાર વતી આવકાર્યા પછી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શ્ર્લોકથી કરવામાં આવી ત્યારબાદ યોગના તજજ્ઞ નીલાબેન ઠક્કર, જાનવીબેન અને ચેતનાબેન ના નિદર્શન હેઠળ ઓમકાર,હળવી કસરત, યોગના આસનો તજજ્ઞ ના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યા હતા.

સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સમગ્ર વિશ્વમાં એકતા જળવાય, દરેક મનુષ્યનું મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા તથા અંતમાં શાંતિ પાઠ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ લોકસભા ઉમેદવાર ભરત ડાભીએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી .

પાટણ તા. ૧૬લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત...