google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે પાટણ ની પ્રભુતા કુમારપાળ પ્રતિબોધ વકતવ્ય યોજાયું..

Date:

પાટણ તા. ૧૮
પાટણની શ્રીમંત ફતેહ સિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં રવિવારે સાંજે ગુરુવર્ય સોમપ્રભ સુરી દ્વારા લેખીત પુસ્તક પાટણની પ્રભુતામાં વિશેષ કુમારપાળ પ્રતિબોધ ઉપર કોલેજનાં પ્રોફેસર ડો.કૃણાલ કપાસી નુ વકતવ્ય યોજાયું હતું. વકતાએ આ પુસ્તક પ્રાકૃત ભાષામાં લખાયેલ હોવાનું જણાવી ઈ.સ.૧૩૧૫ માં નવીન પાટણની રચના થઇ ઉલ્લેખ લેખક દ્વારા કરાયો હોવાનું જણાવ્યું હતું.

રાજા કુમારપાળનો જન્મ ૧૧૫૦ માં થયો હતો અને ૧૧૯૦ માં રાજ્ય મળ્યુ હતું. સને ૧૨૩૦ માં તેઓનું અવસાન થયુ હતું. કુમારપાળનાં ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. તેઓ દ્વારા કુમારપાળને જ્ઞાન આપવામાં આવ્યુ હતું. જેમાં ખાસ શિકાર નિષેધ, માંસ-મદિરા,જુગાર, પરસ્ત્રી ગમન,ચોરી,વૈશ્યા ગમનનો નિષેધ કરાવ્યો હતો.

આ ઉપરાંત દેવપૂજા, ગુરુપૂજા, મંદિર પૂજા, તીર્થયાત્રા વગેરે કરવા આદેશ આપ્યો હતો. તેમણે દાન, શીળ, તપભાવ, જ્ઞાનદાન, ઉપકરણ દાન, અભયદાન વિશે તથા જીવદયા ઉપર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો. પુસ્ત કાલય ના ડો.શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત સાથે વકતાનો પરીચય સંયોજક નગીનભાઈ ડોડીયાએ આપ્યો હતો. આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમા શહીદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા આમ આદમી પાર્ટી પાટણ ની બુલંદ માંગ…

પાટણમા શહીદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા આમ આદમી પાર્ટી પાટણ ની બુલંદ માંગ… ~ #369News