google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમા શહીદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા આમ આદમી પાર્ટી પાટણ ની બુલંદ માંગ…

Date:

પાટણ તા. 23
શૌર્ય દિવસના ઉપલક્ષ્યમાં આમ આદમી પાર્ટી પાટણ દ્વાર શહિદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની પ્રતિમા પાટણ શહેરમાં સ્થાપિત કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને ઉદૈશી ને પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં આઝાદી ની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર તમામ મહાપુરુષોની પ્રતિમા સ્થાપિત છે પણ માત્ર 23 વર્ષની નાની વયે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા અમર માં ભારતી ના સપૂતોની પાટણ પ્રતિમા નથી.


પાટણમાં શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ ની પ્રતિમા ના હોવાથી તેઓની જન્મ જયંતી અને પુણ્યતિથિ માત્ર સોશીયલ મીડીયા પૂરતી મર્યાદિત રહી જાય છે, તેઓની યાદમાં ધરાથલ પર ઉપર કોઈ કાર્યક્રમ યોજવામાં આવતા નથી. નવયુવાનો ના દિલમાં આગવું સ્થાન ધરાવનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ની પ્રતિમા પાટણમાં સ્થાપિત થતાં જ યુવાનોને પણ દેશ માટે કઇ કરી છૂટવાની ભાવના ઉત્પન્ન થશે.આજે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ના “શહીદ દિવસ” નિમિત્તે આમ આદમી પાર્ટી પાટણે બુલંદ માંગણી કરી દેશ માટે બલીદાન આપનાર આ ત્રણેય અમર શહીદો ની પ્રતિમા પાટણ શહેરના નવજીવન ઓવરબ્રિજની નીચે સ્થાપિત કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને ઉદૈશી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ઓરૂમણા શાળા ખાતે વ્યસન મુકતિ કાર્યક્રમ સાથે વકૃત્વ સ્પધૉ યોજાઈ..

સ્પધૉ મા શાળાના 14 બાળકોએ ભાગ લઈ વ્યસન મુકતિ...

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ..

મન કી બાત કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પાટણ તાલુકા ભાજપ ની બેઠક યોજાઈ.. ~ #369News

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો..

પાટણ યુનિવર્સિટી રંગભવન કેમ્પસ ખાતે રોજગારી ભરતી મેળો યોજાયો.. ~ #369News